ગુજરાતમાં શાશક પક્ષ છેલ્લા 25 વર્ષ કરતા પણ વધારે સમયથી રાજ કરે છે અને આ 25 વર્ષમાં જે વિકાસ કર્યો છે તે વિકાસ અત્યારે બહાર આવી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા વિકાસની વાતો કરવામાં આવે છે વિકાસ દેખાડવામાં આવે છે અને વિકાસના વાયદાઓ કરવામાં આવે છે પરંતુ હકીકત કંઈક અલગ જ બયાન કરે છે.
ગુજરાતમાં સરકાર ચૂંટણી પહેલા જ ચોમેરેથી ઘેરાયેલી નજર આવી રહી છે. ગુજરાતમાં લોકો રાજ્ય સરકારની નીતિ,કાયદો વ્યવસ્થા અને તંત્રથી ત્રાહિમામ પોકારી ગઈ છે. ગુજરાતના રસ્તાઓ તૂટી ગયા છે. મોટા મોટા શહેરોથી લઇને ગામડાઓના રસ્તા તેમજ પુલ પણ તૂટી ગયા છે તો ક્યાંક રસ્તાઓ ધોવાણ થઇ ગયા છે. અમદાવાદ સહીત મોટા શહેરોમાં મોટા મોટા ભુવા પડ્યા છે તેમ છતાં પણ તંત્રના પેટનું પાણી પણ નથી હાલતું.
ગુજરાત સરકારની 8 મહાનગર પાલિકા અને તેમજ નગરપાલિકાની અંદર આવતા રસ્તાઓની હાલત અત્યંત દયનિય સ્થિતિ થઇ ગઈ છે.ગુજરાતમાં રસ્તાઓની માફક વ્યસ્થા અને કાયદો જાણે કથળી રહ્યો છે તેવું સ્પષ્ટ નજર આવી રહ્યું છે. ગુજરાતમાં આવારાતત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. ચોરી અને બળાત્કારની ઘટનાઓ થઇ રહી છે. અવારનવાર જાહેર સ્થળોએ ફાયરિંગની ઘટનાઓ થાય છે. પોલીસ દારૂની મહેફિલ માણતી હોય તેવા વિડિઓ વાયરલ થાય છે. સીટી પોલીસ અને ટ્રાફિક પોલીસ હપ્તા ઉઘરાવવામાં રસ હોય છે. ગુજરાતના શહેરોમાં લેન્ડ માફિયા, બુટલેગર બેફામ બન્યા છે તેમ છતાં પણ સરકાર તેમને સજા આપવાની જગ્યાએ છાવરી રહી છે તેવું દેખાઈ રહ્યું છે.
આ જ રીતે ગુજરાત સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ ભ્રસ્ટાચાર આચરી રહ્યા છે. ગુજરાતના સરકારી તંત્રમાં પૈસા સિવાય કામ થતા નથી અને નીચેથી લઈને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર ખદબદે છે. લોકો સરકરી કચેરીમાં ધક્કા ખાઈ ખાઈને થાકી જાય છે પરંતુ કામ થતું નથી. લોકોના ટેક્સના પૈસા ભ્રષ્ટચારમાં જ ચાઉં થઇ જાય છે. સરકારી નેતાની મળતી ગ્રાન્ટ પણ ખવાઈ જાય છે.ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે સાથે સાથે મોંઘવારી પણ વધી રહી છે. ગુજરાતમાં સરકારી કર્મચારીઓના પ્રશ્નો સાંભળવામાં સરકારને રસ નથી.
ગુજરાતના સરકારી કર્મચારીઓની માંગણી પુરી નથી થતી પરંતુ નેતાઓની માંગણી વિધાનસભામાં એક મતથી પુરી થઇ જાય છે. ગુજરાતમાં જૂની પેન્શન યોજના,સરકારી નૌકરી,પરીક્ષામાં ગેરરીતિ, સરકારી પરીક્ષાના પેપર ફૂટવા જેવા સળગતા મુદ્દાથી સરકાર ઘેરાય ગઈ છે.આ વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતના લોકો સરકારના વાયદા, નીતિ, કાર્ય પ્રણાલીથી ત્રાહિમામ થઇ રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. લોકો પોતાનો રોષ સોસીયલ મીડિયા પર ઠાલવી રહ્યા છે. ગુજરાતમાં કોઈ મુદ્દો નથી કે જેનાથી સરકાર અને શાશક પક્ષ પર સવાલો ન ઉઠી શકે. ગુજરાતમાં આ વર્ષે લોકોની નજર વિધાનસભાની ચૂંટણીમાં પરિવર્તન તરફ જઈ રહી છે તેવું દેખાઈ રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500