સુરતનાં માંડવી તાલુકાનાં ગોદાવાળી ગામે ઘરમાં શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હતી. જેમાં માંડવીની ફાયર ટીમ તથા સ્થાનિક યુવકોનાં પ્રયત્નોથી આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવી તાલુકાનાં ગોદાવાળી ગામે રહેતા વર્ષાબેન નગીનભાઈ પટેલ, જીવુબેન પ્રવીણભાઈ પટેલ, જાગૃતીબેન દિનેશભાઈ પટેલ તથા કાંતિભાઈ ડાહ્યાભાઈ પટેલનાં સંયુક્ત ત્રણ ગાળાના મકાનમાં ગતરોજ સવારે શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હતી. જોકે પરિવારને ખબર પડતા જ બૂમાબૂમ કરી હતી સ્થાનિક યુવકો સહિત ગામનાં સૌ દોડી આવ્યા હતા અને હાથ વગર સાધનોથી આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.
પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા માંડવી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. જયારે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાને પ્રયત્નો શરૂ કર્યા હતા અને ટૂંક સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગની લપેટમાં મકાન તેમજ ઘરવખરી સંપૂર્ણ બળીને ખાખ થઈ જતા મોટું આર્થિક નુકસાન થયું છે. સદ્નસીબે ઘટનામાં કોઈ જાનહાનિનો બનાવ બન્યો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application