ગરીબોને આપવાનુ અનાજ બારોબાર વેચી મારવાનુ જાણે કાળા બજારીનું મોટુ કૌભાંડ ચાલી રહ્યુ હોય તે પ્રકારે અવારનવાર ગેરકાયદે રીતે અનાજનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. ગીરસોમનાથમાંથી ફરી એકવાર અનાજની ગેરકાયદે હેરાફેરી સામે આવી છે. જેતપુર નેશનલ હાઈવે પરથી પ્રાચી તરફથી આવતા ટ્રકમાંથી શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો છે. જિલ્લા પૂરવઠા અધિકારીની ટીમે 380 કટ્ટા મળીને 19,240 કિલોનો જથ્થો ઝડપી પાડ્યો છે. ચોખાના સેમ્પલ લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. આ ચોખા રેશનિંગના હોવાનુ પ્રાથમિક તારણ સામે આવ્યુ છે. હાલ વેરાવળ મામલતદાર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ અગાઉ પણ કોડિનારમાંથી પણ ગેરકાયદે અનાજ ઝડપાયુ હતુ. ગીરસોમનાથમાંથી અવારનવાર સરકારી અનાજ બારોબાર સગેવગે કરવાની હેરાફેરી સામે આવતી રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application