Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગર જિલ્લામાં કપાસ, બાજરી, જુવાર, મઠ અને તુવેરનું વાવેતર 92 ટકાએ પહોંચ્યું

  • August 21, 2023 

ગાંધીનગર જિલ્લામાં મેઘરાજાનાં પખવાડિયા ઉપરાંતનાં વિરામે જગતનાં તાતની ચિંતા વધારી છે. પરંતુ ફરી આકાશ ઘેરાવા સાથે વરસાદના એંધાણ આવ્યા છે. ત્યારે જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર ૯૨ ટકાએ પહોંચી ગયું છે. છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ સામે આ વર્ષે કપાસ, બાજરી, જુવાર, મઠ અને તુવેરનું વાવેતર વધ્યું છે. ડાંગર અને મગફળી સરેરાશની નજીક પહોંચવામાં છે. જ્યારે દિવેલાનું વાવેતર હજુ વધવાનું છે. મોસમના વાવેતરની ટકાવારી જોવામાં આવે તો દહેગામ તલુકામાં ૩૮,૨૫૫ હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકના વાવેતર સાથે ૯૪ ટકા, ગાંધીનગર તાલુકામાં ૨૮,૫૪૫ હેક્ટરમાં વાવેતર થવા સાથે ૮૯ ટકા, કલોલ તાલુકામાં ૨૪,૮૩૩ હેક્ટર વિસ્તારમાં વાવેતર થવા સાથે ૯૩ ટકા અને માણસા તાલુકામાં ૨૪,૬૩૬ હેક્ટર વિસ્તારમાં વિવિધ ખરીફ પાકનું વાવેતર થવા સાથે ૮૯ ટકા વિસ્તારમાં ખેડૂતો દ્વારા વાવણી સંપન્ન કરવામાં આવી હોવાનો રિપોર્ટ જિલ્લા ખેતીવાડી તંત્રને મળ્યો છે.



આ સાથે જિલ્લામાં ૧,૧૬,૨૬૭ હેક્ટર વિસ્તારમાં મતલબ કે ૯૨ ટકા વાવેતર પૂર્ણ થયું છે અને હવે ખેડુતો સારા વરસાદની રાહ જોઇ રહ્યાં છે. જિલ્લામાં વાવવામાં આવેલી પાકવાર સ્થિતિ અંગે અધિકારી સુત્રોના જણાવવા પ્રમાણે ડાંગરનું વાવેતર ૧૨,૯૮૧ હેક્ટરની સરેરાશ સામે ૧૧,૮૧૫ હેક્ટરમાં થઇ ગયું છે. જ્યારે બાજરીનું વાવેતર ૧૫૯૮ હેક્ટરની સામે ૧૬૦૧ હેક્ટરમાં, જુવારનું ૫ હેક્ટરની સામે ૨૧ હેક્ટરમાં, મકાઇનું ૯ હેક્ટરની સામે માત્ર ૧ હેક્ટરમાં, તુવેરનું ૧૦ હેક્ટરની સામે ૬૬ હેક્ટરમાં, મગનું ૧૬૪૪ હેક્ટરની સામે ૮૬૨ હેક્ટરમાં, મઠનું ૩૧૦ હેક્ટરની સામે ૩૬૦ હેક્ટરમાં, અડદનું ૯૩૭ હેક્ટરની સામે ૫૨૨ હેક્ટરમાં, અન્ય કઠોળનું ૧ હેક્ટરની સામે ૫ હેક્ટરમાં, મગફળીનું ૧૨,૬૦૩ હેક્ટરની સામે ૧૨૨૫૧ હેક્ટરમાં, તલનું ૩૯૨ હેક્ટરની સામે ૩૦૮ હેક્ટરમાં, દિવેલાનું ૨૦,૭૨૮ હેક્ટરની સામે ૧૬,૧૭૨ હેક્ટરમાં, સોયાબિનનું ૧૧૮ હેક્ટરની સામે ૮૬ હેક્ટરમાં, કપાસનું ૧૯,૫૦૦ હેક્ટરની સામે ૨૨,૨૬૪ હેક્ટરમાં, ગુવારનું ૪૧૦૩ હેક્ટરની સામે ૩૧૭૨ હેક્ટરમાં, શાકભાજીનું ૧૪,૨૪૩ હેક્ટરની સામે ૧૨,૩૬૧ હેક્ટરમાં, ઘાસચારાનું ૩૭,૯૦૬ હેક્ટરની સામે ૩૩,૯૪૭ હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે વરિયાળીનું ૪૧૮ હેક્ટરમાં અને બંટીનું વાવેતર ૩૫ હેક્ટરમાં ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application