ડોલવણ તાલુકામાંથી દેશી દારૂના મુદ્દામાલ સાથે બે મહિલા અને એક પુરુષ ઝડપાતા પોલીસે કાર્યવાહી હાથ ધારી હતી.
મળતી માહિતી મુજબ, ડોલવણ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી પ્રોહી. ગુન્હા અંગેની રેઈડ માટે અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલીંગ માટે નીકળેલ હતા. તે દરમિયાન ઉમરકચ્છ ગામમાં રહેતી રંજનબેન રાજેશભાઈ ગામીત, જામણીયા ગામમાં રહેતી લલીતાબેન જતીનભાઈ કોંકણી અને ડોલવણ ગામનાં ઢોડિયાવાડ ફળિયામાં રહેતો વિપુલભાઈ મગજીભાઈ પટેલના ઓએ વગર પાસ પરમિટે પોતાના ઘરની પજારીના ભાગે સંતાડી મુકેલ દેશી દારૂનાં મુદ્દામાલ સાથે પોલીસ રેઈડમાં ઝડપાઈ ગયા હતા.
આમ, ત્રણેય જુદા-જુદા બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે બે મહિલા અને એક પુરુષ વિરુદ્ધ ડોલવણ પોલીસ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500