સુરતમાં ડીંડોલી વિસ્તારમાં બપોરે ચાર દિવસ પહેલા વતન બિહારથી સુરત આવ્યા બાદ ઘરમાં છતના હુક સાથે સાડીનો એક છેડો પતિ અને બીજો છેડો પત્ની બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે ગૃહકંકાસના લીધે દંપતિએ સામુહિક આપધાત કર્યો હોવાની સકયતા છે.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, ડીંડોલીમાં દિપકનગરમાં રહેતો ૨૦ વર્ષીય પારિતોષ પ્રકાશચંન્દ્ર યાદવે આજે ગુરુવારે બપોરે ઘરમાં લોખંડના હુક સાથે સાડીનો એક છેડો ગળે બાંધી અને તે જ સાડીનો બીજો છેડો તેમની ૨૦ વર્ષીય પત્ની કાજલ બાંધી એક સાથે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. જોકે તેમના ઘરની બારી ખુલ્લી હોવાથી બંને ફાંસો ખાધેલી હાલતમાં દેખાતા ત્યાંનો લોકો ગભરાઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. બાદમાં બારીમાંથી દરવાજો ખોલીને અંદર જઇને પોલીસે કાર્યવાહી કરીને બંનેના મૃતદેહ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ અંગે તપાસકર્તા એ.એસ.આઇ.એ કહ્યુ કે, પારિતોષના દોઢ વર્ષ પહેલા કાજલ સાથે લગ્ન થયા હતા. જોકે દંપતિ ચાર દિવસ પહેલા વતન બિહારના જગદીશપુરમાં દલીતપુરગામખાતે ફરીને સુરત આવ્યા હતા. જોકે નજીવી બાબતે બંને વચ્ચે ગૃહકંકાસ થતો કે કોઇ અન્ય કારણસર આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે. પણ તપાસ બાદ હકીકત જાણવા મળશે. જયારે પારિતોષ ઘરના ગ્રાઉન્ડ ફલોર ઉપર સાડીના ટીંકી ચોટાડવા અને લેસ પટ્ટીનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતો. જોકે દંપતિએ સામૃહિક આપધાતની વાત વાયુવેગ વેહતી થતા ચકચાર મચી જવા પામી હતી. જોકે દંપતિના મોતના લીધે યાદવ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500