ડોલવણનાં ધોળકા ગામમાં દીકરી-જમાઈ વચ્ચે મનમેળ ન થતાં ચાલી રહેલ તકરારમાં જમાઈએ સસરાનો આખી સિઝનની મહેનત ઉપર પાણી ફેરવી દીધું હતું અને ડાંગરનાં કુંડવાને કોઈક રીતે આગ ચાંપી દેતા સંપૂર્ણપણે ભાત તથા પુળીયા બળીને થાક થઈ જતા અંદાજિત રૂપિયા દોઢ લાખનું નુકસાન થયું હોવાની ફરિયાદ જમાઈ સામે સસરાએ ડોલવણ પોલીસ મથકે કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડોલવણનાં બચુભાઈ અખાતુભાઈ કોંકણીની ત્રણ દીકરીઓ પૈકી મોટી દીકરીનાં લગ્ન જામનપાડા ગામે થયા છે, જ્યારે બીજા નંબરની દીકરી કુંતાબેનનો પ્રેમસંબંધ પલસાણા તાલુકાનાં અમલસાડીના સાજનભાઈ કિરણભાઈ હળપતિ સાથે બંધાતા સમાજનાં આગેવાનો સામે લખાણ કરી જેઓ સાથે રહેતા હતા અને કુંતાબેનનાં લગ્ન જીવન દરમિયાન બે બાળકો પણ છે.
પરંતુ પતિ-પત્ની વચ્ચે મનમેળ ન થતાં છેલ્લા એકાદ વર્ષથી કુંતાબેન તેમના પિતાના ઘરે ધોળકા ગામે રહેવા આવ્યા હતા. જયારે ખેડૂત બચુભાઈ કોંકણીએ ખેતરની ડાંગરની લણણી કરી કુંડવું ખેતરમાં જ કરી દીધું હતું જે ડાંગરનાં દાણાવાળા પુળીયાનાં કુંડવાને આગ ચાપી દેવામાં આવતા ભાત તથા તમામ પુળીયા બળી ગયા હતા. સીઝનની ખેતીની તમામ ઉપજ નાશ પામી હતી અને જેમાં અંદાજિત રૂપિયા દોઢ લાખનું નુકસાન થયું હતું. જયારે સાજનભાઈ કિરણભાઈ હળપતિ (રહે.અમલસાડી) નાએ કોઈક રીતે આગ લગાવી ડાંગરના કુંડવાની સળગાવી દીધું હોવાનું જણાવ્યું છે તેમજ અગાઉ પણ કુંતાબેનને અપશબ્દો બોલી તથા જાનથી મારી નાખવાની ધમકી સાજન હળપતિ આપતો હતો. જેથી ડાંગર પાકને આગ લગાવી દેનાર આરોપી સાજન હળપતિ સામે ગત તા.04/01/2024નાં રોજ ડોલવણ પોલીસ મથકે બચુભાઈ કોંકણીએ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application