વ્યારા તાલુકાના ધાટ ગામમાં કોઇ અગમ્યકારણોસર ૮૬ વર્ષીય વૃદ્ધે પોતાના ઘરે જ પંખાની હુંક સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાના ધાટ ગામના નિશાળ ફળીયાના રહીશ બાલુભાઈ ઉકડીયાભાઈ ગામીત (ઉ.વ.૮૬) ગત તારીખ ૨૯/૭/૨૪ની રાત્રે પોતાના ઘરમાં પંખાની હુક સાથે સાડી બાંધી તેના ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. વૃદ્ધાના આપઘાત કરવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આપઘાત અંગે વ્યારા પોલીસ મથકે કિરણભાઈ કિરીટભાઈ ગામીતે જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વૃદ્ધાની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application