Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઢાઢરામાં પત્ની પર શંકા,પતીએ કુહાડી મારી કરી હત્યા

  • January 01, 2021 

વઘઈ તાલુકાના ઢાઢરા ગામે રહેતા મંગુભાઈ કુહલ્યાભાઈ સીગાડ તેની પત્ની સાથે મજુરી કામ કરી જીવન નિર્વાહ કરી રહ્યા હતા. મંગુભાઈ સીગાડે તેમણી પત્ની સાથે કોઈ અન્ય વ્યકિતના છેલ્લા એક મહિનાથી આડા સંબંધ હોવાની શંકા અને વહેમ રાખી પત્ની સાથે ઝપાઝપી કરી ઝઘડો ઉગ્ર બનતા રોષે ભરેયેલા પતિ મંગુભાઈએ ઘરમાં પડેલા કુહાડી વડે પત્ની સારજુબેન(ઉ.વ.૫૫)પર હુમલો કરી માથા અને પીઠના ભાગે બે-ત્રણ ઘા ઝીંકી દેતા પત્નીને ગંભીર ઈજાઓ પહોચતા ગંભીર રીતે ઘવાયેલા સારજુબેનનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

 

 

 

સારજુબેનની દીકરી અરુણાબેનએ આ ઘટનાની ફરિયાદ વઘઈ પોલીસ મથકે નોંધાવી હતી જે ફરિયાદના આધારે વઘઈ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આરોપી પતિ મંગુભાઈ સીગાડની ધરપકડ કરી ગુનો નોંધ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application