ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવામાં ગતરોજ સવારે દેવળપાડામાં ઘરમાં આગ લાગી ઉઠતા ઘરનો સામાન બળીને ખાક થયો હતો. જ્યારે ઘરને આગલા ભાગમાં આવેલા દુકાનમાં પણ આગ પ્રવેસતા બિયારણ બળી જવા પામ્યું હતું. જોકે સુત્રો પાસેથી મળેલ જાણકારી પ્રમાણે ઘર માલિક સવારે ઘર બંધ કરી ધંધાર્થે ગયા હતા. જ્યારે દુકાનદાર પણ સવારે દુકાનમાં સાફ સફાઈ કરી દુકાન બંધ કરી બિયારણનો સામન રિટર્ન કરવા નીકળી ગયા હતા. તે દરમિયાન ઘરમાં આગ લાગતાં આજુબાજુમાંથી લોકો દોડી આવી દુકાનનું તાળું તોડી આગ ઓલવવા માટે સ્થાનિક પાણી વેચવાવાળાને બોલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ઘર તેમજ દુકાનનો સામન બળીને ખાક થઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ તંત્રને થતાં સર્વે કરી હાલ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application