ડાંગ જીલ્લામાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થતાં જીલ્લામાં ફફડાટ ફેલાયો છે ડાંગ જીલ્લામાં આરોગ્ય વિભાગ સાથે પોલીસ તંત્ર પણ કોરોનાના સંક્રમણ ને ધ્યાનમાં રાખી જીલ્લાની પ્રજાને બચાવવા માટે ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે કોરોના વાયરસનો રોગચાળો વધુ ન ફેલાય તે માટે ડાંગ પોલીસ દ્વારા સમયાંતરે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે.
ડાંગ પોલીસ સ્ટાફ દ્વારા વધુ એક વખત ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં જીલ્લા પોલીસ વડાની સુચના મુજબ પોલીસ સ્ટાફ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં માઈક પ્રચાર પ્રસાર સાથે પેટ્રોલિંગ હાથ ધરી માસ્ક પહેરી રાખવા, કામ વગર બહાર ન નીકળવા, બાળકો તથા વડીલો પણ કામ વગર ઘરની બહાર ન નીકળે, તેમજ વેપારીઓએ પણ તેમના કામ-ધંધાના સ્થળે સતત માસ્ક પહેરવા, હાથ સેનીટાઇઝર કરવા, સોસીયલ ડિસ્ટન્સ રાખવા અને સરકારની ગાઈડ-લાઈન્સનુ પાલન કરવા જાહેર અપીલ કરી હતી આટલું જ નહીં, પોલીસ અધિકારી તથા સ્ટાફ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં પેટ્રોલીંગ હાથ ધરી માસ્ક અંગેના ચેકિંગને લઈને દંડનીય કાર્યવાહી પણ કરી હતી. ડાંગ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા લોકોમાં હવે કોરોના સાવચેતીને લઈને જાગૃતિ પણ જોવા મળી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500