રાજય ચુંટણી આયોગ દ્વારા તા.૨૮/૦૨/૨૦૨૧ના રોજ યોજાનાર જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત/નગરપાલીકાની સામાન્ય યોજાનાર છે. જે અંતર્ગત રાજય ચુંટણી આયોગે આદર્શ આચાર સંહિતા સંબંઘે આપેલ સુચનાનુસાર શાસક પક્ષ, રાજકીય પક્ષો કે ઉમેદવારોએ અમલ કરવાની આદર્શ આચાર સંહિતા મુજબ ચુંટણી સમયે એટલે કે, મતદાનના દિવસે તથા મત ગણતરીના દિવસે મતદાન મથક અને મત ગણતરી કેન્દ્રમા વિજાણું યંત્રોના ઉપયોગ ઉપર કેટલાક નિયંત્રણો ફરમાવ્યા છે. જે મુજબ ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ટી.કે.ડામોર દ્વારા પણ આ અંગે કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.
જે અનુસાર, ડાંગ જિલ્લામા મતદાનના દિવસે એટલે કે તારીખ ૨૮-૦૨-૨૦૨૧ના રોજ મતદાન મથકની આસપાસ ૧૦૦ મીટરના વિસ્તારની આસપાસ તેમજ મતગણતરીના દિવસે એટલે કે તારીખ ૦૨-૦૩–૨૦૨૧ના રોજ મત ગણતરી કેન્દ્રના વિસ્તારમા વાયરલેસ સેટ તેમજ કોઈ પણ વ્યકિત ધ્વારા સેલ્યુલર/મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન સાથે રાખવા તથા તેના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવામા આવ્યો છે.
આ હુકમ નીચે જણાવેલ વ્યકિતઓને લાગુ પડશે નહિ.
(૧) ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ ચૂંટણી અધિકારીશ્રી, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી તથા ચૂંટણી ફરજ પરના તમામ અધિકૃત વ્યકિતઓ તથા ચૂંટણી સાથે સંકળાયેલ પોલીસ અધિકારીઓ, (૨) જિલ્લા મેજીસ્ટ્રેટ અથવા ચૂંટણી અધિકારીશ્રી આ અર્થે અધિકૃત કરે તેવી બીજી વ્યકિતઓ, (૩) ચૂંટણી પંચ દ્વારા અધિકૃત અધિકારીશ્રીઓ. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. ડાંગ જિલ્લામા ફરજ બજાવતા હેડ કોન્સ્ટબલથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરીયાદ કરવા માટે અધિકૃત કરવામા આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500