પતિના પરસ્ત્રી સાથેના લગ્નેતર સબંધથી હેરાન થતી પરણિતાએ 181 મહિલા હેલપલાઇનમા કોલ કરી ફરિયાદ કરતા અભયમ રેસ્ક્યુ ટીમ ડાંગ તાત્કાલિક સ્થળ પર પહોંચી દંપતી સાથે અસરકારક કાઉન્સિલિંગ કરી ઝગડાનો સુખદ સમાધાન કરાવવામાં સફળતા મેળવી હતી.
મળતી માહિતી મુજબ આહવા પાસેના એક ગામ માંથી જમનાબેન નામના પરણિતાના પતિ અન્ય સ્ત્રી સાથે સબંધ રાખતા સુખી પરિવારમા ઝગડાઓ શરુ થયા હતા આજ બાબતને લઈ પતિ-પત્ની વચ્ચે ઝગડા થતા જમનાબેનના સાસુએ બાળકી ઝૂંટવી લઈ પરણીતાને ઘર બહાર કાઢી મૂકતાં બેસહારા બનેલ જમનાબેનએ મદદ માટે 181 મહિલા હેલપલાઇનમા કોલ કરેલ. અભયમ કાઉન્સેલરએ પતિ અને તેમની સાથે સબંધ રાખનાર એક માતાની માતા એવા સજલીબેન ને સમજાવ્યા હતા કે આવા સબંધથી બને પરિવારને નુકસાન છે જેથી અત્યાર પછી આ સબંધ ભૂલી નવજીવન જીવવા લાગણી સભર માર્ગદર્શન આપેલ જેથી બને ને પોતાની ભૂલ સમજાઈ હતી અને એકબીજા પતિ-પત્ની સાથે વિશ્વાસ અને વફાદારીથી જીવન જીવશે તેવી ખાતરી આપતા સમાધાન કરવામાં આવ્યું હતું જમનાબેનના સાસુ અને પતિએ સાસરીમાં આવકાર્યાં હતા આમ અભયમના અસરકારક કાઉન્સિલિંગ થી બે તૂટતાં પરિવારને બચાવવામાં સફળતા મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application