ડાંગ જિલ્લામાં BSNL નેટવર્ક વારંવાર ખોરવાતા સ્થાનિક હોટેલ ઉદ્યોગ સહિત ઓનલાઇન બુકિંગ અને બેન્કિંગ સુવિધાઓ ખોળવાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે અહીંયા નેટવર્કનાં કારણે લોકોનાં મોબઈલ ફોન ડબલા બની રહી જાય છે. ત્યારે BSNL કંપની દ્વારા તાત્કાલિક ટાવરોનું મેન્ટેનન્સ કરે તેવી ગ્રાહકોમાં માંગણી ઉઠી છે.
હાલ દેશમાં 4G અને 5Gનો યુગ ચાલી રહ્યો છે. ત્યારે પણ ડાંગ જિલ્લામાં BSNLનાં નેટવર્કના ધાંધીયા જોવા મળે છે. કંપની દ્વારા ટાવરનું મેન્ટેનસ સમયસર કરવામાં ન આવતું હોવાથી વારંવાર નેટવર્ક ખોરવાઇ રહ્યું છે. જેના કારણે ગ્રાહકોનાં મોબઈલ ફોન માત્ર ડબલા બની રહી જાય છે. અહીં સરકારી કચેરીઓમાં નેટના અભાવે કામગીરીમાં પણ ટલ્લે ચડે છે.
લોકોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છતાં પણ BSNLનાં કર્મચારીઓ દ્વારા ટાવરનું સમયસર મેન્ટેનસ કરાતું નથી અને હાલની પરિસ્થિતિ જોતાં ખાનગી કંપનીના નેટવર્કને ફાયદો કરાવવા BSNL દ્વારા જાણી જોઈને ટાવર ખોટકાય જતાં હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે તાત્કાલિક કંપની દ્વારા ગ્રાહકોને નેટવર્કની સુવિધા પૂરી પાડે તેવી લોકમાંગ ઉઠી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500