Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દાહોદના પરથમપુરામાં બુથ કેપ્ચરીંગ કેસમાં ચૂંટણી વિભાગે 6 કર્મચારીઓને કર્યા સસ્પેન્ડ

  • May 10, 2024 

ગુજરાતના દાહોદ લોકસભા બેઠક પર સંતરામપુરના પરથમપુરા ગામે બુથ કેપ્ચરીંગ થયુ હોવાની ઘટના સામે આવતા ચૂંટણી વિભાગે 6 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. જેમા પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને 2 પોલિંગ ઓફિસરને સસ્પેન્ડ કરાયા છે. જ્યારે એક પોલીસ જવાન અને એક હોમગાર્ડકર્મીને પણ બરતરફ કરાયા છે. બુથકેપ્ચરિંગની ઘટના બાદ હવે પરથમપુર મતદાન કેન્દ્ર પર 11મી મેના રોજ ફેર મતદાન પ્રક્રિયા થશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ફેર મતદાનની માગ કરવામાં આવી હતી. હવે આ બુથ પર 1હજાર 224 જેટલા મતદારો ફેર મતદાન કરશે.


દાહોદના સંતરામપુરમાં એક બુથ પર પહોંચીને ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બુથ કેપ્ચરિંગ કરીને સોશિયલ મીડિયામાં લાઈવ વીડિયો કરતા હોબાળો મચ્યો હતો. પહેલા આ વીડિયો વાયરલ થયા પછી પોલીસે વિજય ભાભોરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હવે ચૂંટણી પંચે આ બેઠક પર 11 મેએ ફરી મતદાન કરવાનો નિર્ણય ની જાહેરાત કરી છે.

દાહોદના સંતરામપુરના પરથમપુરા ગામના બુથ નંબર-220 પર ભાજપ નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરે અધિકારીઓને ધમકાવીને બુથ કેપ્ચરિંગ કરીને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો. વિજય ભાભોર વીડિયોમાં કહી રહ્યો છે કે “5-10 મિનિટ ચાલે તે ચાલવા દો આપણે બેઠા છીએ. વિજય ભાભોર એટલે વાત ખલાસ, મશીન-બશીન આપણા બાપનું જ છે.” મતદાનના દિવસે કેવી રીતે આરોપી EVMને લઇને ડંફાસ મારી રહ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application