Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કૂચ બિહારમાં 10 શિવભક્તોને વીજ કરંટ લાગવાથી મોત, 19 લોકો ઘાયલ

  • August 01, 2022 

પશ્ચિમ બંગાળનાં કૂચ બિહારમાં ગતરોજ મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. જોકે જલપેશ જઈ રહેલા 10 શિવભક્તો (કાવડિયો) નાને વીજ કરંટ લાગવાથી મોત નીપજ્ય હતા. જયારે જલપેશમાં એક શિવ મંદિર છે કહેવામાં આવી રહ્યું છે કે, તમામ શિવભક્તો ત્યાં જઈ રહ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાહનમાં ડીજે લગાવવામાં આવ્યું હતું અને સાથે જ જનરેટર પણ રાખવામાં આવ્યું હતું. જનરેટરનાં વાયરમાં શોર્ટ સર્કિટ થતાં વાહનમાં કરંટ લાગ્યો હતો.




આ કારણે પીકઅપમાં સવાર મુસાફરોને ફટકો પડ્યો હતો અને આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે જ્યારે 19 લોકો ઘાયલ થયા છે. આ તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ પીકઅપનો ચાલક ફરાર થઈ ગયો છે. પિકઅપ વાનમાં લગભગ 30 લોકો સવાર હતા. જેમાંથી 19 લોકોને જલપાઈગુડીની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.




જ્યારે 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. પોલીસનું કહેવું છે કે, આ ઘટના પીકઅપ વાનમાં ડીજે સિસ્ટમના જનરેટરના વાયરિંગને કારણે બની હોઈ શકે છે. આ કારણે આખા વાહનમાં કરંટ ફેલાયો હોવાની સંભાવના છે. આ ઘટના મેખલીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ધરલા બ્રિજ પર બની હતી.




માતા-ભંગાના અધિક પોલીસ અધિક્ષક અમિત વર્માએ જણાવ્યું હતું કે, ગતરોજ રાત્રે લગભગ 12 વાગ્યે પીકઅપ વાનમાં કરંટ લાગ્યો હતો અને આ ઘટના બની. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, જનરેટર (ડીજે સિસ્ટમ)નાં વાયરિંગને કારણે કરંટ ફેલાયો હતો. આ વાહનમાં પાછળના ભાગમાં જનરેટર લગાવવામાં આવ્યું હતું.




જોકે ઘાયલોને ચંગરબંધની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ડોક્ટરોએ 19 લોકોને વધુ સારી સારવાર માટે જલપાઈગુડી જિલ્લા હોસ્પિટલમાં મોકલ્યા હતા, જ્યારે 10 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, તમામ મુસાફરો સીતલકુચી પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે. આ ઘટના અંગે પરિવારજનોને જાણ કરવામાં આવી છે. SSP વર્માએ જણાવ્યું હતું કે, વાહનને જપ્ત કરી લેવામાં આવ્યું છે પરંતુ ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application