Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં ચોરવાડ ગામે વાહનની પાછળ બાઈક અથડાઈ જતા ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું

  • October 25, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ચોરવાડ ગામની સીમમાંથી પસાર થતાં સુરત ધુલિયા નેશનલ હાઈવે નંબર ઉપર સોનગઢથી વ્યારા જતા રોડ ઉપર આવેલ બાબા રામદેવ રાજસ્થાની ઢાબા સામે વાહન પાછળ બાઈક અથડાઈ જતા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રનાં નંદુરબાર જિલ્લાનાં શીતલપાડા ગામનાં આંગણવાડી સામે રહેતા આશીક ચમાર બાગુલ નાંઓ તારીખ ૨૧/૧૦/૨૦૨૪નાં રોજ પોતાના કબ્જાની બાઈક નંબર જીજે/૦૫/એફકે/૬૯૪૧ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રહ્યો હતો તે સમયે ચોરવાડ ગામની સીમમાંથી પસાર થતાં સુરત ધુલિયા નેશનલ હાઈવે નંબર ઉપર સોનગઢથી વ્યારા જતા રોડ ઉપર આવેલ બાબા રામદેવ રાજસ્થાની ઢાબા સામે પોતાના કબ્જાની બાઈક પોતાના આગળ ચાલતા કોઈ અજાણ્યા વાહન પાછળ પોતાના કબ્જાની બાઈક અથડાવી દેતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક આશીકને માથામાં કપાળનાં ભાગે આગળ ગંભીર ઈજા પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે કૃષ્ણ ચમાર બાગુલ નાંએ ગત તારીખ ૨૨/૧૦/૨૦૨૪નાં રોજ સોનગઢ પોલીસ મથકે જાણ કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application