Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલીનાં સાદડવેલ ગામે દીપડાએ કૂતરાનું મારણ કરતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો

  • December 01, 2023 

ચીખલી તાલુકાનાં સાદડવેલ ગામનાં દાદરી ફળિયામાં દીપડાએ કૂતરાનું મારણ કરતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા દીપડાને પુરવા માટે પાંજરો ગોઠવવામાં આવ્યું છે તો બીજી તરફ ચીખલી તાલુકાનાં તલાવચોરાથી તેજલાવ જતા માર્ગ ઉપર બુધવારની રાત્રી દરમિયાન કારની સામે દીપડો આવી જતા કાર ચાલકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં તળાવચોરા અને તેજવાલ ગામનાં લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.



જોકે ગતરોજ ચીખલી તાલુકાના પીપલગભાણ કોળીવાડ અને સોલધરા એસ.પી. નગરમાં દીપડાના બચ્ચા દેખાતા લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો તેમ છતાં હજી સુધી વન વિભાગ દ્વારા દીપડાને પુરવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું નથી. ચીખલી તાલુકાના તલાવચોરા ગામે ડેન્સા ફળિયા ખાતે નવરાત્રી પૂર્વે પરિવાર સાથે દીપડો દેખાતા વન વિભાગ દ્વારા દીપડાને પુરવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. પરંતુ દીપડો પાંજરે પુરાયો ન હતો અને હવે ફરી પાછો તલાવચોરા તેજવાલ માર્ગ ઉપર રાત્રિના સમયે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. હાલ ચીખલી તાલુકાના ગામેગામ શેરડી અને ડાંગરના ખેતરોની કાપણી થઈ જતા દીપડાઓને રહેવા માટેનો સુરક્ષિત સ્થળ ન મળતા હવે દીપડો રહેણાંક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application