ચીખલી તાલુકાનાં મીણકચ્છ ગામે છોકરાને કેરી ચોર કહેવા બાબતે બે પરિવાર વચ્ચે થયેલા ઝઘડામાં ધક્કો મારતા પડી ગયેલ 61 વર્ષીય શખ્સ ઢળી પડ્યા બાદ મૃત્યુ પામતા પોલીસે બે મહિલા સહિત ત્રણ સામે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુનિલ સોમાભાઈ પટેલની બંને દીકરીઓ બુધવારનાં રોજ બપોરનાં સમયે ઘરની નજીક આવેલ આંબાવાડીમાંથી પાકી કેરી વીણીને ઘરે આવતી હતી.
તે દરમિયાન પાડોશી ના ઘરે બેસેલ નેહાબેને કેરી ચોર કેરી ચોર તેમ કહેતા દીકરીઓએ આ હકીકત તેમને જણાવી હતી. આ દરમિયાન સાંજનાં સાડા સાતેક વાગ્યાનાં અરસામાં તેના ઘરની સામે રોડ પર ઉભા રહી પૂછવા જતા કેરી ચોર કીધું તેમાં શુ થઈ ગયું તેમ કહી નેહાબેન બોલાચાલી કરી ગાળો આપતા હતા ત્યારે સુનિલભાઈના પિતા સોમાભાઈ પણ આવી નાના છોકરાઓને ચોર નહિ કેવાનું તેમ કહેતા નેહા અને તેના પિતા સુરેશભાઈ ઉશ્કેરાઈ જઈ ધક્કો મારતા નીચે પડી ગયા બાદ ઉઠવા ન પામતા સ્થળ પર આવેલા 108નાં સ્ટાફે સોમાભાઈ રાયલાભાઈ પટેલ (ઉ.વ.61)ને મૃત જાહેર કર્યા હતા.
આમ, મીણકચ્છ ગામે સામાન્ય બાબતમાં થયેલા ઝઘડામાં શ્રમજીવી પરિવારના શખ્સનું મોત નિપજતા તેના પુત્રની ફરિયાદમાં પોલીસે સુરેશ ઢેડકાભાઈ પટેલ, નેહા સુરેશભાઈ પટેલ, હિરલબેન સંદીપભાઈ પટેલ (તમામ રહે. મીણકચ્છ નાયકીવાડ તા.ચીખલી જી.નવસારી) સામે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500