બ્રિટનમાં હજારો રેલવે કર્મચારીઓએ ફરીથી નવેસરથી હડતાળ શરૂ કરી છે. જેના કારણે સમગ્ર દેશમાં ટ્રેન સેવા ઠપ થઇ ગઇ છે. જોકે પગાર અને કામ કરવાની શરતો સહિતનાં મુદ્દે બ્રિટનનાં રેલવે કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. હડતાળને પગલે બ્રિટનમાં સરેરાશ પાંચમાંથી ફક્ત એક જ ટ્રેન ચાલી રહી છે. આ અગાઉ પણ પોતાની માંગો માટે રેલવે કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતાં.
જયારે આવતી કાલની હડતાળની અસર લંડન અંડરગ્રાઉન્ડ સબવે નેટવર્ક ઉપર પણ પડશે. ટ્રેન સેવા ઠપ થઇ જવાના કારણે લંડનમાં બસ સર્વિસ પણ પ્રભાવિત થશે. તે દરમિયાન રેલવે, મેરીટાઇમ અને ટ્રાન્સપોર્ટ યુનિયનનાં નેતા મિક લિન્ચે આરોપ મૂયો છે કે, બ્રિટનની કન્ઝર્વેટિવ સરકારન કર્મચારીઓ વિરુદ્ધના એજન્ડાને કારણે કર્મચારીઓ નારાજ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પબ્લિક સેક્ટરનાં અન્ય કર્મચારીઓની જેમ રેલવેનાં કર્મચારીઓ ખાદ્ય અને ઇંધણના ભાવ વધારોનો સામનો કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે આરોપ મૂક્યો છે કે, બ્રિટનની સરકાર તેના કર્મચારીઓને ઓછું વેતન આપી રહી છે. ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં જુલાઇ મહિનાનો ફુગાવો 10.1 ટકા રહ્યો છે. જે છેલ્લા 40 વર્ષનો સૌથી વધુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500