Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બ્રિટનમાં કોર્ટે અકસ્માત માટે ભારતીય જવાબદાર ઠરાવી 1.41 કરોડ રૂપિયા વળતર પેટે પીડિતાને ચુકવવાનો આદેશ આપ્યો

  • January 17, 2024 

બ્રિટનની કોર્ટે ભારતીય મૂળના ડોક્ટરને સ્કૂલની વિદ્યાર્થિનીને વળતર પેટે 1.41 કરોડ રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે. ભારતીય ડોક્ટર પર વર્ષ 2018માં શાળાની વિદ્યાર્થિનીને કારથી ટકકર મારવાનો આરોપ છે. આ અકસ્માતમાં તેને ગંભીર ઇજા થઇ હતી. જાન્યુઆરી, 2018માં ડો.શાંતિ ચંદ્રન ઓક્સફોર્ડશાયરના બિસેસ્ટરમાં બકીંગહામ રોડ પર પોતાની કારથી બકીંગહેમ્શાયર જઇ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં તેમની કારે 12 વર્ષની વિદ્યાર્થિનીને ટક્કર મારી હતી.



કન્સલટન્ટ ફિઝિશિયનની કારની ટક્કરથી 12 વર્ષીય વિદ્યાર્થિની 11 મીટર દૂર જઇને પડી હતી જેના કારણે તેના માથામાં ગંભીર ઇજા થઇ હતી. હાલમાં 18 વર્ષની થઇ ગયેલ પીડિતા અકસ્માત પછી લગભગ એક વર્ષ સુધી માનસિક તણાવમાં રહી હતી અને તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. ગત સપ્તાહમાં પ્રકાશિત થયેલા ચુકાદામાં ડેપ્યુટી હાઇકોર્ટ જજ ડેક્સટેર ડાયસ કેસીએ જણાવ્યું હતું કે, ડો.ચંદ્રનની બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત વખતે ડો.ચંદ્રનની કારની ઝડપ ખૂબ જ વધારે હતી. કોર્ટે અકસ્માત માટે ડો.ચંદ્રનને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવી હતી. જજે ભારતીય મૂળના ડોક્ટરને 1,35,000 પાઉન્ડ એટલે કે 1.41 કરોડ રૂપિયા વળતર પેટે પીડિતાને ચુકવવાનો આદેશ આપ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application