Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બિહારનાં પૂર્ણિયામાં ડ્રાઇવરની સૂઝબૂઝથી ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન નિષ્ફળ થયો

  • October 24, 2024 

બિહારનાં પૂર્ણિયામાં ડ્રાઇવરની સૂઝબૂઝથી ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન નિષ્ફળ થયો છે. અસામાજિક તત્ત્વોએ ટ્રેનના પાટા પર સળિયા મૂકી દીધા હતા, પરંતુ  ડ્રાઇવરે સૂઝબૂઝ દાખવીને સમયસર ટ્રેન રોકી દેતાં હજારોના જીવ બચી ગયા હતા. ત્યાર બાદ ટ્રેનના કર્મચારીઓએ સળિયાને હટાવી દીધા હતા. આ મામલાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરાઈ છે અને રેલવેએ દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે. બિહારમાં પૂર્ણિયા-કટિહાર રેલવે બોર્ડ પર રાનીપતરા રેલવે સ્ટેશનથી આગળ અસામાજિક તત્ત્વોએ પાટા પર 10 એમએમના બે સળિયા મૂકી દીધા હતા.


આ સળિયા પર કટિહારથી જોગબની જઈ રહેલી ડીએમયુ ટ્રેનના પૈડા ફસાઈ ગયા. ત્યારે ડ્રાઇવરની નજર અચાનક સળિયા પર પડી ગઈ હતી. સ્ટેશન નજીક ટ્રેનની ગતિ પણ ધીમી હતી. આ કારણે ટ્રેન તાત્કાલિક રોકાઈ પણ ગઈ. ત્યારબાદ રેલવે કર્મચારીઓએ આ વિશે જાણકારી આપી. તેમણે ઘણી જહેમત બાદ બંને સળિયાને પૈડાથી બહાર કાઢ્યા. આ રીતે મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ હતી. આ પહેલા 9 ઓક્ટોબરે પટણા-ગયા રેલવે બોર્ડ પર એક એક્સપ્રેસ ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મખદુમપુર અને બેલા સ્ટેશનની વચ્ચે નેયામતપુર હોલ્ટ નજીક પાટા પર મોટો પથ્થર મૂકીને ઈસ્લામપુર-હટિયા એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.


જોકે, આ ષડયંત્ર નિષ્ફળ થઈ ગયું. ટ્રેનના લોકો પાયલટની નજર પથ્થર પર પડી, જે બાદ તેમણે ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને દુર્ઘટનાગ્રસ્ત થવાથી બચાવી હતી. તે બાદ પોલીસને આ સંબંધિત માહિતી આપવામાં આવી હતી. જેમણે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરુ કરી દીધી. ઘણી જહેમત બાદ પાટા પરથી પથ્થર હટાવીને ટ્રેનને ચાલુ કરવામાં આવી હતી.. ટ્રેન લગભગ 20 મિનિટ ઊભી રહી હતી. દેશમાં ટ્રેન ઉથલાવવાના કાવતરા વધી રહ્યા છે. મધ્યપ્રદેશના ગ્વાલિયર અને ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં આવા બે મામલા સામે આવ્યા. ગ્વાલિયરમાં લોકો પાયલટની સૂઝબૂઝથી માલગાડીને રોકીને દુર્ઘટના ટળી ગઈ. પોલીસે છ શંકાસ્પદોને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે. આ ઘટનાઓ ટ્રેન મુસાફરોની સુરક્ષા માટે ચિંતાજનક છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application