ઉકાઈ નજીક ભીમપુરા ગામ ખાતે કોઈ જૂની અદાવતમાં ભાઈએ જ ભાઈને લાકડી વડે ફટકારતા તેમને સારવાર અર્થે વ્યારા જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભીમપુરા ગામનાં આશ્રમ શાળા ફળિયામાં રહેતા સુરેશભાઈ મોહનજીભાઈ ગામી પરિવાર સાથે રહી ખેતી કામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે ગુરુવારે રાત્રિના સમયે સુરેશભાઈ નજીકમાં રહેતા નાના ભાઈ નવીનભાઈને બૂમ મારી હતી કે, નવીન બહાર આવ જોકે તે સમયે નવીનભાઈ ગામીત બહાર ન આવ્યો પણ નજીક જ રહેતો તેનો ત્રીજો ભાઈ અરવિંદ ગામીત લાકડી લઈ ત્યાં દોડી આવ્યો હતો.
તેને સુરેશભાઈને ઉદ્દેશીને કહ્યું કે, આજકાલ તારી દાદાગીરી ઘણી વધી ગઈ છે તને સીધો કરવો પડશે એમ કહી અરવિંદ ગામીત પોતાના સગા ભાઈ સુરેશભાઈ ગામીતનાં બંને હાથ કોની કમરના ભાગે અને પગમાં આડેધડ લાકડીના સફળતા મારી દીધા હતા અને પછી તે ભાગી છુટ્યો હતો. જ્યારે આ મારામારીમાં સુરેશભાઈને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે વ્યારાની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસ મથકે અરવિંદ ગામિત સામે ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application