ભાવનગર શહેરનાં ભરતનગર વિસ્તારમાં આવેલ મારૂતીનગરમાં હાઉર્સીંગ બોર્ડનુ ત્રણ માળનુ મકાન ધરાશાઈ થતા દોડધામ મચી જવા પામી હતી. બિલ્ડીંગ જર્જરીત હોવાથી મનપાએ અગાઉ નોટિસ આપી ખાલી કરાવ્યુ હતુ. જેના પગલે કોઈ જાનહાની થઈ ન હતી. બનાવની જાણ થતા મહાપાલિકાનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને કામગીરી હાથ ધરી હતી. શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ મારૂતીનગરમાં રવિવારે સવારે સમય આસપાસ હાઉર્સીંગ બોર્ડનુ ત્રણ માળનુ જર્જરીત બિલ્ડીંગ પડયુ હતુ, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી.
ઘટના સ્થળ પર સ્થાનિક લોકો ઉમટી પડયા હતાં. આ બનાવની જાણ થતા મહાપાલિકાના એસ્ટેટ, ફાયર વગેરે વિભાગના અધિકારી-કર્મચારીઓ દોડી ગયા હતાં. મહાપાલિકાના કમિશનર પણ સ્થળ પર ગયા હતા અને નિરીક્ષણ કર્યુ હતું. આ બિલ્ડીંગ વર્ષો જુનુ હતુ અને લાંબા સમયથી જર્જરીત હાલતમાં હોવાથી મહાપાલિકાએ અગાઉ નોટિસ આપી રહેવાસીઓને બિલ્ડીંગ ખાલી કરાવ્યુ હતું. હાલ બિલ્ડીંગમાં કોઈ રહેતુ ન હતુ અને બિલ્ડીંગ ખાલી જ હતુ, જેના પગલે કોઈ જાનહાની થઈ ન હતી.
આ બિલ્ડીંગમાં કેટલાક મકાન માલિકોનો થોડો સામાન પડયો હતો, જે મહાપાલિકાના ફાયર સ્ટાફે કાઢી આપ્યો હતો. મહાપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમે ધરાશાઈ થયુ તે બિલ્ડીંગ આસપાસ બેરીકેટ લગાડી દીધા હતા અને વિસ્તાર કોર્ટન કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાવચેતીના ભાગરૂપે બેનરો લગાડવામાં આવ્યા હતાં. જર્જરીત બિલ્ડીંગમાં જો કોઈ પરિવાર રહેતો હોત તો જાનહાની શકયતા હતી પરંતુ બિલ્ડીંગ મનપાએ ખાલી કરાવ્યુ હોવાથી જાનહાની ટળી હતી, જેના પગલે મહાપાલિકાને તેમજ મકાન માલિક સહિતના લોકોને રાહત થઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500