Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ જિલ્લામાં રાજ્યમંત્રી દ્વારા શાળાઓનાં ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો

  • June 12, 2023 

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું બીજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે તેમના રાજ્યના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં રોપેલું તેના આજે બે દશકા પૂર્ણ થતાં આ બીજ હવે વટવૃક્ષ બન્યું છે. શ્રી નરેન્દ્ર મોદીને શરૂ કરાયેલ શિક્ષણ રૂપી યજ્ઞને આગળ ધપાવતા રાજ્યમાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત ભરૂચ જિલ્લામાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા શાળાઓના ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, સાપ્રંત સમયમાં રાજ્ય સરકાર સામેથી જ બાળકોનું ઘરે ઘરે જઈને શાળામાં નામાંકન કરાવે છે.


મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત સમગ્ર મંત્રી મંડળ તથા અન્ય પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ આ પ્રસંગે વિવિધ સ્કૂલોમાં જઈને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો છે, તેમ ઉમેર્યુ હતું. મંત્રીએ હાંસોટનની કુમાર ૩ બાળકને બાલવાટીકામાં અને કન્યા પ્રાથમિક શાળામાં ૬ કન્યા તથા રામનગરની પ્રાથમિક શાળામાં ૧ કુમાર તથા ૪ કન્યાઓને તથા ઉર્દૂ મિશ્ર શાળામાં ૩ કુમાર તથા ૪ કન્યાઓને, અંભેટા પ્રાથમિક શાળામાં ૩ કુમાર તથા ૫ કન્યાઓને તથા પારડીની પ્રાથમિક શાળામાં ૧ કુમાર તથા ૩ કન્યાઓને પ્રવેશ કરાવ્યો હતો.


આ પ્રસંગે શાળાના બાળકોને પુષ્પગુચ્છ તથા સ્કુલબેગ વિતરણ કરીને વિધિવત શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર તાલુકામાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ઉત્કૃષ્ઠ પરિણામ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વધુમાં શાળામાં સારા પરિણામ હાંસલ કરનારને પણ આ પ્રસંગે પરિતોષિત કરાયા હતા. આ વેળાએ મંત્રીએ શાળાના ભૂલકાઓ સાથે બાળસહજ વાર્તાલાપ કર્યો હતો.


જેમાં તેમને ભૂલકાઓને જમવા તથા શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા કેળવવાની હિમાયત કરી હતી. આ ઉપરાંત શાળાના ભૂલકાઓને સોશીયલ મિડીયાનો ઉપયોગ શિક્ષણના હેતુ પૂરતો જ કરવા સમજાવ્યા હતા. આ વેળાએ ગામના અગ્રણીશ્રી ઓ તથા દાતાઓને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરાયા હતાં. મંત્રીએ આ પ્રસંગે સમજ સાથે વાંચન અને સંખ્યા જ્ઞાનમાં નિપુણતા માટેની રાષ્ટ્રીય પહેલ-નિપુણ ભારત-નિપુણ ગુજરાત પુસ્તકનું વિમોચન કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application