Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી તાલુકામાં વાદળ છાયું વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા શેરડી પકવતા ખેડૂતો ખુશ ખુશાલ થયા

  • September 15, 2023 

સુરત જિલ્લા સહીત બારડોલી તાલુકામાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જયારે વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા શેરડી પકવતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા અને વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં વરસાદ વરસી શકે છે. જેને આગામી હવામાન વિભાગની સાચી ઠરી છે. ઓલપાડ, માંગરોળ સહિતના તાલુકામાં વરસાદ વરસ્યા બાદ હાલ બારડોલી તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જોકે સવારથી જ પડેલ વરસાદથી બારડોલી તાલુકામાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં તાલુકાના રહીશોને બફારાથી રાહત થઈ હતી.


તેમજ લાંબા વિરામ બાદ આખરે વરસાદ વરસતા શેરડી પકવતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા. આગામી દિવસોમાં ધોધમાર વરસાદ વરશે તેવી આશા ખેડૂતોને બંધાઈ છે. મેઘરાજા એ લાંબો વિરામ લેતા સુરત જિલ્લાના જળાશયોમાં પાણી ઓછું થવા લાગ્યુ હતું. જોકે હાલ ફરી વરસાદી માહોલ જામતા ફરી એકવાર જળાશયોમાં નવા નીર આવી રહ્યાં છે. ત્યારે ફરી એકવાર ધોધમાર વરસાદ વરસે અને જળાશયો છલોછલ થઈ જાય તેવી સૌ ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News