છેલ્લા કેટલાક સમયથી દેશ-વિદેશમાંથી ભૂકંપનાં સમાચાર સતત આવી રહ્યા છે, ત્યારે ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લામાં પણ વહેલી સવારે જ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. આ અહેવાલ આવતાની સાથે જ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ડીસા અને પાલનપુરની વાત કરીએ તો અહીં વહેલી સવારે 6.29 વાગ્યે 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે સદભાગ્યે તીવ્રતા ઓછી રહેવાની કોઈ જાનહાનિ થઈ નહોતી. તેમજ ડીસા અને પાલનપુર સહિત આજુબાજુનાં કેટલાક ગામડાઓ સુધીમાં પણ આ આંચકાની અસર જોવા મળી હતી. જેના પગલે લોકો હવે તેમના ઘરમાં પણ જતા ડરી રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application