Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓગસ્ટમાં GST કલેક્શન ૧૦ ટકા વધી રૂપિયા ૧.૭૫ લાખ કરોડને પાર

  • September 02, 2024 

ઓગસ્ટમાં ઘરેલુ વપરાશ વધારે રહેતા કુલ GST કલેક્શન ૧૦ ટકા વધીને ૧.૭૫ લાખ કરોડ રૂપિયા રહ્યું છે તેમ આજે જારી કરવામાં આવેલા સરકારી આંકડામાં જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઓગસ્ટમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની આવક ૧.૫૯ લાખ કરોડ રૂપિયા હતી. ચાલુ વર્ષે જુલાઇમાં જીએસટીની આવક ૧.૮૨ લાખ કરોડ રૂપિયા હતી. ઓગસ્ટ, ૨૦૨૪માં GSTની ડોમેસ્ટિક આવક ૯.૨ ટકા વધીને ૧.૨૫ લાખ કરોડ રૂપિયા રહી હતી.


વસ્તુઓની આયાતથી જીએસટીની આવક ૧૨.૧ ટકા વધીને ૪૯,૯૭૬ કરોડ રૂપિયા રહી હતી. ઓગસ્ટ ૨૦૨૪માં ૨૪,૪૬૦ કરોડ રૂપિયાનું રિફંડ ચૂકવવામાં આવ્યું હતું. જે ગયા વર્ષે સમાન ગાળામાં ચૂકવવામાં આવેલા રિફન્ડ કરતા ૩૮ ટકા વધારે છે. રિફન્ડની રકમ એડજસ્ટ કર્યા પછી GSTની ચોખ્ખી આવક ૬.૫ ટકા વધીને ૧.૫ લાખ કરોડ રૂપિયા રહી છે. ઓગસ્ટ, ૨૦૨૪માં કુલ GST કલેક્શન ૧,૭૪,૯૬૨ કરોડ રૂપિયા રહ્યું છે.


એપ્રિલ, ૨૦૨૪માં કુલ જસ્ટ કલેક્શન ૨.૧૦ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. જે અત્યાર સુધીનું સૌથી વધુ GST કલેક્શન છે. ઉલ્લેખનીય છે કે ૯ સપ્ટેમ્બરના રોજ નાણા પ્રધાન નિર્મલા સિતારમનના નેતૃત્ત્વમાં GST કાઉન્સિલની બેઠક મળવાની છે. આ બેઠકમાં કેટલીક વસ્તુઓ પરના GSTના દરમાં ઘટાડા અંગે ચર્ચા થવાની સંભાવના છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ઓગસ્ટ, ૨૦૨૪ના કુલ જીએસટી કલેક્શન ૧,૭૪,૯૬૨ કરોડ રૂપિયામાં સીજીએસટી ૩૯,૫૮૬ કરોડ રૂપિયા અને એસજીએસટી ૩૩,૫૪૮ કરોડ રૂપિયા રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application