નવસારીમાં ગણદેવી તાલુકાનાં એંધલ ગામે કાચા મકાનની દિવાલ સાથે પતરા તૂટી પડતા પતિ પત્ની ઇજાગ્રસ્ત બનવા સાથે ઘર-વખરીને પણ નુકસાન પહોચ્યું હતું. જયારે એંધલ ગામનાં ડુંગરી ફળિયામાં રહેતા દંપતીનાં માથે રાત્રિનાં સમયે એકાએક તૂટેલા પતરાને કારણે અકસ્માતની ઘટના બની હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકનાં દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જયારે ખડસુપા ગામમાં આવેલા ખડક ફળિયામાં રહેતા અને મજૂરી કરી પેટીયુ રડતા 62 વર્ષીય સુમન ઝવેરભાઈ હળપતિ અને તેમની પત્ની જશુ સુમનભાઈ હળપતિ નાંઓ ભોજન લઈને પતરાવાળા કાચા મકાનમાં સુઈ ગયા હતા.
જયારે વરસાદને કારણે કાચી દિવાલ જજ રીત બનવાનું અનુમાન છે રાત્રિના 3:30 કલાકે દિવાલ તેમજ પતરા તેમના ઉપર ધસી પડતા દબાઈ ગયા હતા. ઘરની બહાર સૂતેલો તેમનો પુત્ર લાલું હળપતિ જાગી ગયો હતો અને તાત્કાલિક પોતાના માતા પિતાને ગામમાં આવેલા ખાનગી ક્લિનિકમાં લઈ ગયો હતો જ્યાં ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા. બનેલી કરુણ ઘટનામાં જુવાન પુત્ર એ પોતાના માં-બાપને ગુમાવતા તેના પર વજ્રઘાત થયો છે. ઘટનાને પગલે ખડસુપા ગામમાં પણ શોક વ્યાપી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application