જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અનંતનાગમાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં સેનાના એક જવાન શહીદ થયા હતા, જ્યારે નવ જવાનો ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર, આ અકસ્માત દક્ષિણ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના વેરીનાગ વિસ્તારમાં સર્જાયો હતો.
સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 'બટાગુંડ વેરિનાગ વિસ્તારમાં ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સેનાનું વાહન સીધું ખીણમાં ખાબક્યું હતું. આ અકસ્માતની માહિતી મળતાની સાથે જ તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં એક જવાન શહીદ અને 9 જવાન ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પૂંછમાં વાયુસેનાના વાહનોના કાફલા પર આતંકવાદી હુમલો થયો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500