ઓલપાડ તાલુકાના અરિયાણ ગામ ગુણાતીર્થ ફળીયામાં રહેતા ગણપતભાઈ લખુભાઇ પટેલના ઘરને ચાર જેટલાં અજાણ્યા ચોર ઈસમોએ દરવાજા તથા ગ્રીલનું તાળું તોડી ઘરમાં ઘુસી ઘરમાં મુકેલ લોખંડના ક્બાટના દરવાજા તેઓ પાસેની ચાવીઓ વડે ખોલી કબાટની તીજોરીને કોઈ સાધન વડે તેમાં મુકેલ આશરે ત્રણ તોલાની સોનાની ચેન નંગ-1 60,000 તેમજ અઢી તોલાનું સોનાનું મંગલસુત્ર નંગ-1 [ક રૂ 50,000 તેમજ સોનાની વિટી નંગ-2 આશરે કિં.રૂ. 10,000, દોઢ-દોઢ તોલાની સોનાની ચેન નંગ-2 જેની કિંમત રૂ. 60,000 અને સી. સી. ટીવી કેમેરાનું ડી. વી. આર નંગ 1 મળી કિ. રૂ.5000 મળી કુલ્લે 1,85,000 ની મત્તાની ચોરી કરી નાસી ગયા હતાં. આ ચોરી અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અરિયાણ ગામમાં આવેલ હરકેશ્વર મહાદેવના મંદીરના ગ્રીલને લગાડેલ તાળા પણ તુટેલ છે, અને ત્યાં પણ ચોરી કરવાનો પ્રયત્ન થયેલ છે. તેવી હકીકત જાણવા મળતા મંદીર માં જઈ મંદીરના સી.સી.ટી.વી. ફુટેજ જોતા ચાર અજાણ્યા ઈસમો પૈકી એક ઈસમે શરીરે લાંબી બાયનું જેકેટ જેની પાછળના ભાગે અંગ્રેજીમાં D G લખેલ છે, તથા કમરમાં હાફ પેન્ટ, મોઢા ઉપર રૂમાંલ બાંધેલ છે તેમજ બીજા ઈસમે સફેદ કલરનું લાંબી બાયનું ચેનવાળુ લાંબી બાયનું જેકેટ તથા કમરમાં પેન્ટ તથા મોઢા ઉપર માસ્ક તથા કાનપટ્ટો પહેરેલ છે તેમજ ત્રીજા ઈસમે શીરે લાંબી બાયનું જેકેટ તથા કમર માં હાફ પેન્ટ તથા મોઢા ઉપર મલર પહેરેલ છે. તેમજ ચોથા ઈસમે શરીરે લાંબી બાયનું છે.જેકેટ પહેરેલું દેખાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500