Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદમાં ગરમીને કારણે 500થી વધુ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા

  • April 27, 2022 

અમદાવાદમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે અને છેલ્લા 30 માંથી 29 દિવસ તાપમાન 41 ડિગ્રીથી વધારે નોંધાયું છે. કાળઝાળ ગરમીથી ઝાડા-ઉલટી, બ્લડ પ્રેશર સહિતના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. સોલા સિવિલમાં એપ્રિલના 24 દિવસમાં 28 હજારથી વધુ દર્દીઓ સારવાર માટે આવ્યા છે. વધુ ચિંતાની વાત એ છે કે, બાળકોમાં કાળઝાળ ગરમીથી બિમાર પડવાના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. સોલા સિવિલ ખાતે એપ્રિલ મહિનામાં જ 1205 દર્દીઓ ઓપીડીમાં સારવાર માટે આવ્યા હતા. 


જેમાંથી 560 એટલે કે અડધોઅડધ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. ડોક્ટરોના મતે બાળકોને જરૂર ન હોય તો સવારે 11થી સાંજ સુધી બહાર લઇ જવા જોઇએ નહીં. બાળકને બહાર જવું જ પડે તેમ હોય તો તેમને લીંબુ પાણી, ઓઆરએસ સતત આપતા રહેવું જોઇએ. આ જ પ્રકારની તકેદારી વૃદ્ધો અને સગર્ભા મહિલાઓએ પણ રાખવાની જરૂર છે. સોલા સિવિલમાં માર્ચ માસમાં 29 હજારથી વધુ દર્દીઓ ઓપીડીમાં આવ્યા હતા. એપ્રિલ માસમાં દર્દીઓનો આંક 35  હજારથી વધે તેવી સંભાવના છે. હજુ મે મહિનામાં આ આંક હજુ પણ વધી શકે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application