ઉસ્માનપુરામાં ધુળેટીનો રંગ રિક્ષામાં લગાવવાનો ઇન્કાર કરતા ઝગડો થયો હતો. જેમાં અસામાજિક તત્વોએ રિક્ષામાં તોડફોડ કરીને આગ લગાવી હતી. ત્યારબાદ વાડજ પોલીસે 2 આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. વાડજ પોલીસે કસ્ટડીમાં લીધેલા આરોપીના નામ વિજય ઉર્ફે લાલો સૂર્યવંશી અને નટવર સોલંકી છે. આ આરોપીએ ધુળેટીમાં રંગ લગાવવાની ના પડતા એક રીક્ષા ચાલકની રિક્ષા સળગાવી દીધાની ઘટના પ્રકાશમાં આવી છે.
ઘટનાની વાત કરીએ તો રામોલમાં રહેતા રીક્ષા ચાલક નવાબ વોરા એક પેસેન્જરને લઈને ઉસમાનપુરા આવ્યો હતો. ત્યારે ધુળેટી રમી રહેલા આરોપીઓ તેની રીક્ષા નજીક આવ્યા હતા. રીક્ષા ચાલક નવાબે રીક્ષાની છત પર રંગ લાગશે અને તે બગડી જશે તેવું કહેતા આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા અને તેમને લાકડીઓથી રીક્ષા ચાલક પર હુમલો કર્યો અને રિક્ષામાં પણ તોડફોડ કરીને સળગાવી દીધી હતી. આ ઘટનાને લઈને રીક્ષા ચાલકે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 2 આરોપીની ધરપકડ કરી.
પોલીસે પકડેલા આરોપી ગુનાહિત માનસિકતા ધરાવે છે. ધુળેટીમાં રંગોથી રમીને રીક્ષા ચાલક સાથે તકરાર કરીને રીક્ષા સળગાવી દીધી. આ રીક્ષા ચાલક કિન્નરોને ઉસમાનપુરા લઈને આવે છે. છેલ્લા 8થી 10 માસથી તે દરરોજ કિન્નર મુસાફરોને લઈને આવતો હોય છે. આ તકરાર રીક્ષા પર રંગ લગાવવાની છે કે કોઈ અન્ય મુદ્દો છે.તે મામલે વાડજ પોલીસે ગુનો નોંધીને બન્ને આરોપીની પૂછપરછ શરૂ કરી છે. આ હુમલા કેસમાં સંજય બાબુલાલ વ્યાસ નામનો આરોપી હજુ ફરાર છે. વાડજ પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500