વ્યાજખોરીનું વિષચક્ર પોરબંદર જિલ્લામાં ફેલાયું છે ત્યારે વ્યાજ ખોરોના ત્રાસ સામે પોલીસ દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. 24 કલાકમાં વ્યાજખોરોના ત્રાસ અંગે 3 ફરિયાદ નોંધાઇ છે. મૂળ રકમથી બમણી રકમ ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરો પરેશાન કરતા હતા. વ્યાજખોરો દ્વારા રોજના હપ્તાથી માંડીને અઠવાડિયા અને મહિને 5 થી 30 ટકા વ્યાજ વસુલાત ચાલે છે.
પોરબંદર જિલ્લામાં વ્યાજખોરોએ અજગરી ભરડો લીધો છે. વ્યાજખોરોના આતંક સામે પોલીસે બાંયો ચડાવી છે. અને જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરો નો આતંક ડામવા લોક દરબાર અને જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે ત્યારે જિલ્લા માંથી ફરિયાદો આવી છે. છેલ્લા 24 કલાકમાં વ્યાજ ખોરોનાં આતંક સામે અલગ અલગ 3 જેટલી પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
તા. 4 ફેબ્રુઆરીના રોજ આઇજીની અધ્યક્ષતામાં જાગૃતિ કાર્યક્રમ અને વ્યાજખોરો સામે ફરિયાદ અંગે લોકદરબાર યોજવામાં આવશે. તેમજ બેન્ક માંથી સામાન્ય દરે લોન મળી રહે તે માટે પણ લોકોને જાગૃત કરવા આયોજન કરાયું છે. એ પણ ઉલ્લેખનીય છેકે, વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જે નાગરિકોએ ફરિયાદ કરી છે જેમાં મૂળ રકમ પર બમણી રકમ ચૂકવી દીધી હોવા છતાં વ્યાજના રૂપિયા માટે વ્યાજખોરો આવા લોકોને પરેશાન કરતા હતા. અને વ્યાજખોરો રોજનો હપ્તો તેમજ અઠવાડિયે અને મહિને હપ્તો વસૂલ કરતા હતા. 5 ટકાથી લઈને 30 ટકા રૂપિયા સુધીનુ વ્યાજ વસૂલવામાં આવે છે.
કેટલાક નાગરિકો 5 થી 10 ટકા વ્યાજે રૂપિયા લઇને વ્યાજ ખોરોની ચુંગાલમાં ફસાઈ જતા વ્યાજ અને મૂળ રકમ ચૂકવવામાં મકાન, દુકાન, સોનાના દાગીના વેચવા પડે છે ત્યારે વ્યાજખોરો ના ચુંગાલ માંથી બહાર નીકળવા આવા લોકો પોલીસ સામે ફરિયાદ કરવા આગળ આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500