Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અકસ્માત બાદ કલાકો સુધી બેહોશ સહદેવ ડિર્ડોની સ્થિતિમાં સુધારો

  • December 30, 2021 

બચપન કા પ્યાર ફેમ સહદેવ ડિર્ડોના જીવને હવે જોખમ નથી, આમ લોકોની દુઆ રંગ લાવી છે. તેને અકસ્માત થયો ત્યારથી તેના પ્રશંસકો તેના માટે દુઆ કરી રહ્યા છે. અકસ્માત પછી કલાકો સુધી બેહોશ રહ્યા પછી સહદેવને હોશ આવ્યો. ધીમે-ધીમે સહદેવની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. આ લિટલ સ્ટારના ચહેરા પર સ્મિત પરત ફર્યુ છે. જોકે મોડી રાત્રે જગદલપુરના ડીમરાપાલ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા પછી સહદેવની ડોક્ટરોએ તરત જ સારવાર શરૂ કરી દીધી હતી. સુકમા જિલ્લા હોસ્પિટલમાં જ સહદેવના માથા પર 5 ટાંકા આવ્યા હતા. તે જગદલપુરના ડીમરાપાલ હોસ્પિટલમાં સિટી સ્કેન કરાવ્યા પછી સહદેવને આઇસીયુમાં 12 કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો હતો. સહદેવ હવે સ્વસ્થ છે અને વાતચીત પણ કરી રહ્યો છે. તેની સ્થિતિ ઘણી સુધરી છે. સહદેવને હવે વધારે સારી સારવાર માટે રાયપુર મોકલવાની તૈયારી થઈ રહી છે.હાલમાં સહદેવ જોખમમુક્ત છે અને ડીમરાપાલ હોસ્પિટલના વડાએ જણાવ્યું હતું કે, સહદેવ હવે તેના કુટુંબીઓ સાથે વાત કરી રહ્યો છે. સિટી સ્કેન રિપોર્ટમાં પણ ગંભીર ઇજા દેખાતી નથી. ડીમરાપાલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ન હોવાના લીધે કુટુંબીજનોની વિનંતી પછી સહદેવને રાયપુર મોકલવામાં આવનાર છે. રાયપુરમાં તેનો ફરીથી સિટી સ્કેન કરાવવામાં આવશે. હોસ્પિટલના વડાએ જણાવ્યું હતું કે, તેને મોડી રાત સુધી આઇસીયુમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application