દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 75 સપ્તાહમાં 75 વંદેભારત ટ્રેન શરૂ કરાશે અને દેશના દરેક ખૂણામાં આ ટ્રેન દોડતી હશે. આઝાદીની ઉજવણીની સાથે સાથે દેશના ભાગલાનુ દુઃખ પણ આપણને દર્દ આપે છે ત્યારે દેશે જ નિર્ણય લીધો છે કે, 14 ઓગસ્ટને વિભાજનની દુખદ યાદો હતી તેના સ્મૃતિ દિવસ તરીકે મનાવવામાં આવશે. નાનો ખેડૂત દેશની શાન બને તેવુ સપનુ છે. દેશના 80 ટકા ખેડૂતો પાસે 2 હેકટર કરતા પણ ઓછી જમીન છે. આ પહેલા દેશની નીતિઓ બની તેમાં નાનો ખેડૂત બાકાત રહી ગયો છે. તેમના પર હવે સરકાર ધ્યાન કેન્દ્રિત કરશે.
સમાજના જે વર્ગો પાછળ છે તેમનો હાથ પકડવો પડશે અને તેના માટે જ હવે નવો મંત્ર છે કે, તમામનો સાથ, તમામનો વિકાસ, તમામનો વિશ્વાસ અને તમામનો પ્રયાસ.
દેશના 110 પછાત જિલ્લાઓમાં સરકારની તમામ યોજનાઓને લાગુ કરવા માટે પ્રાથમિકતા અપાઈ રહી છે. ગામડાઓમાં રસ્તા અને વીજળી જેવી સુવિધાઓ પહોંચાડવાનુ કામ થઈ રહ્યુ છે. ગામડાઓમાં ઈન્ટરનેટ પહોંચી રહ્યુ છે અને ડિજિટલ વેપારીઓ ગામડામાં તૈયાર થઈ રહ્યા છે.
ગામડાઓમાં સેલ્ફ હેલ્પ ગ્રૂપ સાથે 8 કરોડ મહિલાઓ જોડાયેલી છે. તેમની પ્રોડક્ટસને મોટુ માર્કેટ મળે તે માટે સરકાર ઈ-કોમર્સ પ્લેટફોર્મ તૈયાર કરશે. સરકાર પોતાની જે યોજનાઓ હેઠળ ગરીબોને ચોખા આપે છે તેને ફોર્ટિફાઈડ કરશે. 2024 સુધીમાં તમામ યોજનાઓના માધ્યમથી પોષણયુક્ત ચોખા આપવામાં આવશે.
નોર્થ ઈસ્ટના તમામ રાજ્યોની રાજધાનીઓને ટ્રેનથી જોડવાનુ કામ બહુ જલ્દી પૂરી થવાનુ છે. નોર્થ ઈસ્ટ, જમ્મુ કાશમીર, લદ્દાખ અને આદિવાસી વિસ્તારો ભારતના વિકાસમાં બહુ જલ્દી મોટી ભૂમિકા ભજવશે.
લદ્દાખમાં સેન્ટ્રલ યુનવિર્સિટી તેમજ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરાઈ રહ્યુ છે. જમ્મુ કાશ્મીરમાં ભવિષ્યમાં ચૂંટણી કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે. દેશની દીકરીઓની લાગણી છે તેને જોતા દેશની તમામ સૈનિક સ્કૂલોમાં હવે ગર્લ્સને પ્રવેશ આપવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500