અનુસુચિત જાતિના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ નિર્ણયો તેમજ યોજનાઓના અમલ થકી યુવાનોના સપનાઓને પાંખ આપવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે. ડોક્ટર, એન્જિનિયર, પાયલોટ, એગ્રિકલ્ચર, વેટરનરી, પોલીટેકનિક, લો, સી.એ, એમ.બી.એ, બાયોસાયન્સ વગેરે વિભાગોમાં અભ્યાસ કરતા અનુ.જાતિના વિદ્યાર્થીઓને મોંઘા પુસ્તકો ખરીદવા ન પડે તે માટે બુક બેંકની શરૂઆત કરી છે.
આ યોજના અંતર્ગત ઉપરોક્ત અભ્યાસક્રમ સાથે જોડાયેલા અનુ.જાતિના વિદ્યાર્થીઓને પુસ્તકોની કિંમતના ૫ ટકા ડિપોઝીટ લઈને બે વિદ્યાર્થી દીઠ એક સેટ આપવામાં આવે છે. બુક બેંક યોજનાનો લાભ માત્ર છાત્રાલયમાં રહીને ઉચ્ચ અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ લઇ શકે છે. જેમની વાર્ષિક આવક રૂ.૨.૫૦ લાખ સુધીની છે. યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીઓને છાત્રાલયમાં અરજી આપવાની રહેશે. અરજી સમયે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, આવકનો દાખલો અને અભ્યાસના પુરાવા રજૂ કરવા અગત્યના છે. અનુ.જાતિના વિદ્યાર્થીઓ સમાજ કલ્યાણ અધિકારી તેમજ સરકારી છાત્રાલયોનો સંપર્ક કરી યોજનાનો લાભ લઇ શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500