તાપીમિત્ર અખબારની જિલ્લાની નંબર વન ગુજરાતી ન્યુઝ વેબસાઈટ www.tapimitra.com પર શુકવારે સવારે બારડોલી તાલુકો વરલી-મટકા અને ચકલી પોપટ જુગારના અડ્ડાઓનું હબ બન્યું હોવાના પુરાવા સાથે અહેવાલ પ્રસિદ્ધ થતા વાંકાનેરમાં જુગારના અડ્ડાઓ બંધ નજરે પડ્યા હતા. ન્યુઝ વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ અહેવાલની અસર જોવા મળી હતી.જોકે પોલીસ દ્વારા કોઈ મોટી કાર્યવાહી નહી કરવામાં આવતા કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છેકારણ કે માત્ર વાંકાનેરમાં ચાલતો જુગારનો એકજ અડ્ડો બંદ કરાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું, જયારે સેજવાડ સહિતના વિસ્તારમાં મોડીસાંજે સુધી અડ્ડાઓ ચાલુ રહ્યા હતા. આપને અહી જણાવી દઈએ છીએકે,તાપીમિત્ર અખબારની વેબસાઈટ www.tapimitra.com પર અત્યારે સુધીમાં અડધા કરોડથી વધુ વખત લોકોએ સમાચાર વાંચ્યા છે.
આ તસ્વીર સેવવાડમાં મોડીસાંજ સાંજ સુધી ચાલતા વરલી મટકા જુગારના અડ્ડાની છે.
બારડોલી તાલુકાના વિસ્તારોમાં વરલી મટકા અને ચકલી પોપટ જુગારના અડ્ડાઓ ચલાવનાર ટોળકી સક્રિય બની છે.અહીં ચાલતા બે નંબરી ગોરખ ધંધાઓ જેવાકા દેશી-વિદેશી દારૂના અડ્ડાઓ,વરલી-મટકા અને ચકલી પોપટના બજારો વગેરે હવે બિન્દાસ્ત ચલાવતા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. બારડોલી વરલી-મટકા અને ચકલી પોપટ જુગારના અડ્ડાઓનું હબ બન્યું છે. ત્યારે આ બાબતની સ્થાનિક પોલીસને જાણ ન હોય તે વાત પણ ગળે ઉતરે તેમ નથી. બારડોલીના વાંકાનેર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મુંમ્બઇથી નિકળતા અંકો પર વરલી-મટકાનો જુગાર અને ચકલી પોપટનો જુગાર રમાડવાનો ગૌરખ ધંધો પુરજોશમાં ચલાવનારાઓની એક ટોળકી ઘણા સમયથી અહીં સક્રિય બની હોવાની વિગતો સામે છે.
ચકલી પોપટનો જુગાર
વાંકાનેર ગામે તો જુગાર રમનારાઓ માટે રીતસરનો જાણે કસીનો ચાલતો હોય તેમ જુગારીયાઓની ભીડ જામતી હોય છે. સુત્રો અનુસાર વરલી મટકા જુગારના અડ્ડાઓ ચલાવનાર ટોળકીનું સ્થાનિક પોલીસ જ નહી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગના અધિકારીઓ સુધી સેટિંગ ડોટ કોમ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં અહીના વિસ્તારમાં ચાલતા વરલી મટકા અને ચકલી પોપટ જુગારના અડ્ડાઓ પર દરોડા પાડવાની હિમ્મત સુધ્ધા કોઈ પોલીસ કરતી નથી. જોકે તે એક તપાસનો વિષય બનવા પામ્યો છે.
વરલી મટકાનો જુગાર
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાંકાનેર,સેજવાડ, હિન્ડોલીયા અને મઢી સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરલી મટકા અને ચકલી પોપટ જુગારના અડ્ડાઓ ઘણા સમયથી બેખોફ ચાલી રહ્યા છે, તેમ છતાં સ્થાનિક પોલીસ તેઓની સામે કાર્યવાહી કરવાને બદલે સમગ્ર બાબતથી આંખ આડા કાન કરી રહી હોવાનું પ્રતીત થઇ રહ્યું છે. એવું પણ નથી કે સ્થાનિક પોલીસ કાર્યવાહી કરતી નથી જાહેરમાં વરલી-મટકાનો જુગાર રમાડનારાઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામા તો આવે છે.
પરંતુ એ કાર્યવાહી માત્ર બે કલાકમાં આરોપીને જામીન મળે ત્યાં જ સુધી માન્ય ગણાતી હોય છે તેમ વરલી-મટકા જુગારમાં ઝડપાયેલ આરોપીને ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ સવારના કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને જામીન મેળવી ફરી બીજે જ દિવસથી વરલી મટકાના જુગાર રમાડવાનો ધંધો શરૂ કરી દેતા હોય છે તેમા કોઇ બે મત નથી.ત્યારે વારંવાર મુદ્દામાલ સાથે પોલીસના હાથે ઝડપાઈ જવાની બીકે વરલી-મટકાના જુગાર રમાડનારાઓ હવે સ્થાનિક પોલીસના મેણાપીપણામાં ખુલેઆમ વરલી-મટકા અને ચકલી પોપટનો જુગાર રમાડતા થયા છે.ત્યારે રાજ્યના પોલીસવડા આ બાબતને ગંભીરતા લઇ સુરતના બારડોલીમાં જાહેર સ્થળો પર વરલી મટકા અને ચકલી પોપટનો જુગાર રમાડનારાઓ સામે કાર્યવાહી કરવાના આદેશ આપી પોલીસની બગડતી છબી સુધારવામાં સહકાર આપવાનો કષ્ટ કરે તે જરૂરી બન્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500