ભારતીય હવામાન વિભાગએ જણાવ્યું હતું કે, બિપોરજોય વાવાઝોડું પૂર્વ-ઉત્તર-પૂર્વ રાજસ્થાન તરફ આગળ વધવાની અને આગામી 12 કલાક દરમિયાન ડિપ્રેશનની તીવ્રતા જાળવી રાખવાની સંભાવના છે. આ પહેલા રવિવારે રાજસ્થાનનાં બાડમેર જિલ્લાનાં કેટલાક ભાગોમાં બિપોરજોયના પ્રભાવ હેઠળ ભારે વરસાદ થયો હતો. અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાઈ જતાં લાઈનબદ્ધ રીતે ટ્રકો પણ પલ્ટી ખાઈ ગઈ હતી. હોસ્પિટલોમાં વૉર્ડ સુધી પાણી ભરાઈ ગયું હતું. અનેક રસ્તાઓ જળમગ્ન થઈ ગયા હતા.
અનેક સ્થળોએ ભારે જળબંબાકાર અને પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી. હોસ્પિટલોનાં વૉર્ડમાં પણ પાણી ભરાઈ ગયું હતું. ભારતીય હવામાન વિભાગનાં નિષ્ણાંતએ શનિવારે જણાવ્યું હતું કે, વાવાઝોડું બિપોરજોય નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને તે પૂર્વ-ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના આસપાસનાં વિસ્તારોમાં એક-બે જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે.
તેમણે વધુમાં કહ્યું કે, વાવાઝોડાને કારણે માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ વરસાદ થઈ રહ્યો છે. બિપોરજોય વાવાઝોડું નબળું પડ્યું છે. તે પૂર્વ-ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની આજુબાજુનાં વિસ્તારોમાં એક કે બે જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. વાવાઝોડાને કારણે માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ વરસાદ પડી રહ્યો છે.
ચોમાસાને આ ચક્રવાત સાથે કોઈ લેવાદેવા નથી. ભારતીય હવામાન વિભાગએ જણાવ્યું હતું કે, વાવાઝોડું બિપોરજોય તારીખ 16 જૂને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને અડીને આવેલા દક્ષિણપૂર્વ પાકિસ્તાન અને ધોળાવીરા અને ગુજરાતનાં લગભગ 100 કિમી ઉત્તરપૂર્વમાં કચ્છ પર 'ડીપ ડિપ્રેશન'માં નબળો પડ્યો હતો. તે ગુજરાતમાં લેન્ડફોલ પછી રાજસ્થાન તરફ આગળ વધી ગયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500