Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાઉ-તે વાવાઝોડાની અસર : શાકભાજીના પાકને નુક્સાન થતાં ભાવો આસમાનને આંબયા

  • May 28, 2021 

સુરત શહેર જિલ્લામાં તાજેતરમાં આવેલું વિનાશક વાવાઝોડાએ ખેતી તેમજ બાગાયતી પાકોને નુકસાન કરવા સાથે આફતરૂપ બનતા શાકભાજીના ઉત્પાદનને સીધી તેમજ આડકતરી રીતે અસર પડી છે ગરમીની મોસમમાંર્ જગતના તાતની ઘટતી આવકની સાથે વાવાઝોડાએ વિનાશ વેરતાં સુરત શહેરમાં શાકભાજીના ભાવોમાં ભારે ભડકો થયો છે પરિણામે ગરીબ અને મધ્યમ વર્ગીય ­ પ્રજા ને ભરણપોષણના બે છેડા ભેગા કરવા દોહ્યલા થઇ પડ્‌યા છે.

 

 

 

 

ગુજરાતની આર્થિક નગરી સુરતમાં વસતા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો છેલ્લા દોઢ વર્ષ જેટલા સમયગાળાથી વૈશ્વિક મહામારી કોરોના થી ભારે પ્રભાવિત થવા સાથે કામ ધંધાઓ, નોકરીઓમાં  અસર થતા અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ઉદ્યોગ વેપારને પણ ભારે અસર થતાં લોકો પાસે આજીવિકાના માધ્યમો બરાબર રહ્યા નથી એવા સમયે પરિવારોનું ભરણ પોષણ કેવી રીતે કરવું એ લોકો માટે યક્ષ­ પ્રશ્ન સાબિત થયો છે બાકી રહી જતું હતું તે અધૂરામાં પુરૂ દેશમાં રાતોરાત વધતી જતી મોંઘવારી પેટ્રોલ- ડીઝલ. ખાદ્યતેલ. કરિયાણું. રાંધણ ગેસ ની તો વાત જ થાય તેમ નથી કુદરતની આટલી કસોટી  લોકો માટે ઓછી હોય તેમ તાજેતરમાં એક અણધારી કુદરતી આફત તાઉ-તે વાવાઝોડા રૂપે ત્રાટકી હતી.

 

 

 

 

સુરત શહેર-જિલ્લા ને બરાબર ધમરોળી રાખી દેનારી આ કુદરતી આફત હવે સામાન્ય માનવી માટે મુશ્કેલી છોડીને ગઇ છે. ­ પ્રતિ વર્ષ શહેરમાં ઉનાળાના સમયગાળા દરમિયાન શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતો હોય છે. કારણકે ઉનાળુ શાકભાજી માટે પર્યાપ્ત માત્રામાં જિલ્લામાં પિયતની વ્યવસ્થા પૂરતા ­ પ્રમાણમાં  ઉપલબ્ધ ન થતાં મોટાભાગના ખેડૂતો ચોમાસાના ખરીફ પાકોના વાવેતર માટે જમીનને ખેડીને આવનારી સિઝન માટે તૈયારીમાં  લાગી પડતા હોય છે આથી ઉનાળુ શાકભાજીની આવકમાં  નોંધપાત્ર ઘટાડો થાય છે અને આવા જ સમયે ઉનાળાના મધ્ય ગાળામાં વાવાઝોડું ત્રાટક્યું પરિણામે જિલ્લામાંર્ રહી સહી શાકભાજીની ફસલ પણ આ વાવાઝોડામાં ઘણી ખરી બરબાદ થઇ ગઇ છે. સૂત્રોના કહેવા મુજબ જીલ્લામાં ઉનાળું શાકભાજીની માત્ર ૧૦ થી ૧૫ ટકા ફસલ બચી છે એક તરફ મોંઘવારી નો માર બીજી તરફ શાકભાજી ના ભાવ વધી જતાં હાલમાં ગૃહિણી ઓનું બજેટ ખોરવાઇ ગયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application