તાપી જિલ્લાના વ્યારામાં તાપીમિત્ર અખબારની વેબસાઈટ tapimitra.com ના અહેવાલની અસર જોવા મળી છે, તંત્રની બંદ આંખો ઉઘાડતો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા તંત્ર આજરોજ સવારથી જ દોડતું થઇ ગયું હતું.
ઉનાઈ સર્કલ નજીક ૨૪ કલાકની પરવાનગી ધરાવતો રાષ્ટ્રધ્વજ લહેરાવામાં આવ્યો હતો.
તાપીમિત્ર દ્વારા આજરોજ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો કે, વ્યારાનગરમાં ઉનાઈ સર્કલ નજીક ૨૪ કલાકની પરવાનગી ધરાવતો અને ૧૪ ફૂટ ઉંચાઈ અને ૨૧ ફૂટ લંબાઈ ધરાવતો ધ્વજ લહેરાવામાં આવ્યો હતો.
જિલ્લાની નંબર વન વેબસાઈટ tapimitra.com પર આજરોજ તંત્રની બંદ આંખો ઉઘાડતો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.
જોકે હવે એજ રાષ્ટ્રધ્વજનું અપમાન થતું હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. વ્યારાના ઉનાઈ નાકા પાસેના સર્કલ વચ્ચે ૮૨ ફૂટ ઊંચાઈ ધરાવતો સ્તંભ ઉપર લહેરાતો તિરંગામાં એક મોટું કાણું પડી ગયું હોય અથવા ફાટી ગયું હતી સાથે જ ૨૪ કલાક લહેરાવાના કારણે તિરંગો ધૂળ-ડમરીઓ અને ધુમાડાના લીધે મેલો પણ થઈ ગયો હોવાની ફરિયાદ તિરંગાપ્રેમીઓમાં ઉઠી હતી જે બાબતે તાપીમિત્ર અખબારની જિલ્લાની નંબર વન વેબસાઈટ tapimitra.com પર આજરોજ તંત્રની બંદ આંખો ઉઘાડતો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા તંત્ર સવારથી જ દોડતું થઇ ગયું હતું અને આખરે વ્યારાનગરમાં ઉનાઈ સર્કલ નજીક લહેરાતો જિલ્લાનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ઉતારી લેવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500