Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપીમિત્ર સાપ્તાહિક અખબારના અહેવાલની અસર, સોનગઢના સોનારપાડા વિસ્તારમાં સ્ટોન કવોરી નજીક થતું બાંધકામ મુદ્દે તપાસના આદેશ અપાયા, વિગતવાર અહેવાલ મંગાવ્યો

  • March 08, 2023 

તાપી જિલ્લાની અલગ-અલગ કચેરીઓમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ માત્ર મલાઈદાર કામોમાં જ રસ દાખવતા હોવાનું પ્રતિત થઇ રહ્યું છે, તંત્રની બંદ આંખો ઉઘડતા અહેવાલો અવર નવર અખબારમાં પ્રસિદ્ધ થતા રહે છે, તેમછતાં તંત્રના પ્રમાણિક અધિકારીઓની બંદ આંખો ઉઘતી નથી, તે એક ચિંતાનો વિષય બન્યો છે. હોવાનો અહેવાલ તાપીમિત્ર અખબારમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો,જેની જિલ્લા કલેકટર કચેરી દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે.


તાપીમિત્ર અખબારના ગત અંકમાં  પ્રસિદ્ધ કરવામાં આવેલ, વર્ષો પહેલા વેચાણ (સાટાખત) દસ્તાવેજમાં પોતાને ખેડૂત હોવાના ઉલ્લેખ કરનાર શું ખરેખર ખેડૂત હતા ??

સોનગઢના સોનારપાડા વિસ્તારમાં વર્ષો પહેલા જરાયત તથા ખરાબાની ખુલ્લી ખેતીની જમીનનું વેચાણ કરવામાં આવ્યું હતું, જોકે બદલાતા સમયની સાથેસાથે જમીનમાં કબજેદારો પણ બદલાયા હતા, વર્ષો પહેલા વેચાણ (સાટાખત) દસ્તાવેજમાં પોતાને ખેડૂત હોવાના ઉલ્લેખ કરનાર શું ખરેખર ખેડૂત હતા ?? ક્યાંના ખેડૂત હતા ?? વર્ષો પહેલા દસ્તાવેજમાં ખેડૂત બની બેઠલા કબજેદારોએ કઈ રીતે જમીન ખરીદી અને હાલમાં એજ જમીનમાં કરી રહ્યા છે વિશાળ બાંધકામ ?? તે એક તપાસનો વિષય બન્યો હોવાનો અહેવાલ તાપીમિત્ર અખબારના ગત અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.


સોનગઢ પાલિકા પાસે આનો કોઈ જવાબ નથી

સોનગઢ નગર પાલિકા વિસ્તારમાં કોઇ પણ બાંધકામ કરવું હોય તો સૌ પ્રથમ વિકાસ પરવાનગીની મંજુરી મેળવવા માટે પ્લાન, નકશા સાથે અરજી કરવી પડવી પડતી હોય છે વિકાસ પરવાનગી મંજુર થયા બાદ શરતોને આધિન બાંધકામ કરવું પડતું છે. પરંતુ મલાઈદાર કામો માટે હંમેશા અવ્વલ રહેતી સોનગઢ નગરપાલિકા પાસેથી એક જાગ્રતનાગરિક દ્વારા થોડા સમય પહેલા માંગવામાં આવેલી માહિતીમાં પાલિકાએ પોતાનો લૂલો બચાવ કરી લીધો હોવાનું સ્પષ્ટ થયું છે, આ બાંધકામ નેશનલ હાઇવેથી કેટલા અંતરે બાંધકામ કરવાનું થાય તે મુજબ કાયદાની જોગવાઈ મુજબ આપેલ છે કે કેમ ?? જોકે પાલિકા પાસે આનો કોઈ જવાબ નથી. હાઇવેમાં સંપાદન થયેલ જમીન પછીનું કેટલા અંતરે બાંધકામ કરવું ?? બાંધકામની રજા ચિઠ્ઠી છે કે કેમ ?? પાલિકા પાસે કોઈ જવાબ નથી.


 સ્ટોન કવોરી નજીક જમીનમાં રેસીન્શીયલ કમ કોમર્સિયલનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે.


આ મામલે આશરે ૩૯ વર્ષ પહેલા કરવામાં દસ્તાવેજમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જરાયત તથા ખરાબાની ખુલ્લી ખેતીની જમીનનું વેચાણ, સુરતના રાણીતળાવ-હાફીઝ સન્સ પાસે રહેતા અબ્દુલ્લાભાઈ અબ્દુલારઉફ નામના વ્યક્તિએ વેચાણખત લખી આપ્યું હતું જયારે સોનગઢના નવાગામ વિસ્તારમાં રહેતા (૧) પોપટભાઈ દેવજીભાઈ રીબડીયા (૨) ગોવિંદભાઈ કરશીભાઈ લાઠીયા (૩) પુનાભાઈ કરમશી રીબડીયા (૪) પ્રફુલ્લભાઈ પોપટભાઈ રીબડીયા આ તમામ લોકોએ વર્ષો પહેલા પોતાને ખેતીનો ધંધો કરતા અને પોતે ખેડૂત હોવાનો ઉલ્લેખ કર્યો છે. ખરેખર ખેડૂત હતા કે કેમ ?? તે એક તપાસનો વિષય છે. પરંતુ અધિકારીઓમાં પ્રમાણિકતા બચી હોય તો તપાસ થાય. તે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. સોનગઢના સોનારપાડા ગામે સ્ટોન કવોરી નજીક જમીનમાં રેસીન્શીયલ કમ કોમર્સિયલનું વિશાળ બાંધકામ કરવામાં આવી રહ્યું છે, જિલ્લા તંત્રના અધિકારીઓમાં સમ ખાવા પુરતી પણ પ્રમાણિકતા બચી જોય તો આ બાબતને ગંભીરતા લઇ નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે. બન્યું હોવાનો અહેવાલ તાપીમિત્ર સાપ્તાહિક અખબારના તા.૦૭/૦૨/૨૦૨૩ નારોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેની તંત્ર જિલ્લા કલેકટર કચેરી દ્વારા ગંભીર નોંધ લઇ સોનગઢ મામલતદાર તેમજ નગર પાલિકાને તપાસના આદેશ આપી વિગતવાર અહેવાલ મંગાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application