Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી ભૂસ્તરીયા અધિકારી જાગો !! વાલોડના મોરદેવીમાં મંજુરીની આડમાં ચાલી રહ્યું છે ગેરકાયદેસર માટી ખનન, અનેક ટ્રકો રોયલ્ટી પાસ વિના જ કરી રહ્યા છે માટી સપ્લાય

  • January 08, 2023 

વાલોડ-બારડોલી રોડ પર માટી ભરી લઇ જતી બેફામ દોડતી ટ્રકોને લઇ અનેક તર્કવિતર્ક વહેતા થયા છે, વાલોડ તાલુકાના પંથકના વિવિધ વિસ્તારોમાં તંત્રની મીઠી નજર હેઠળ રોયલ્ટી પાસ મંજુરીની આડમાં મોટાપાયે માટી ચોરી કૌભાંડ ચાલી રહ્યુ છે.





તાપી જિલ્લા ભૂસ્તર વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા 

સ્થાનિકોના જણાવ્યા અનુસાર વાલોડના મોરદેવી અને દેલવાડા વિસ્તારમાંથી માટી ખનન કરી બેફામ દોડતી ટ્રકોમાં તપાસ કરતા અનેક ટ્રકો રોયલ્ટીપાસ વિના જ માટી ભરી જિલ્લા બારડોલી જેવા શહેર અને તેની આસપાસ લઇ જતી હોવાનું જાણવા મળ્યું છે. જેને લઇ તાપી જિલ્લા ભૂસ્તર વિભાગની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યો છે.




વાલોડ જેવા જે ગામો નજીક પડે છે તે ગામોમાંથી પુષ્કળ પ્રમાણમાં માટી ખનન થાય છે.

તાપી જિલ્લાના વાલોડથી લઈને નજીકના બારડોલી શહેર અને આસપાસ ચાલતા બાંધકામ માટે અને સાથેસાથે બિલ્ડરોએ આ વિસ્તારમાં અનેક સ્કીમો મૂકી છે. ટેનામેન્ટ, ફ્લેટ-પ્લોટ અને દુકાનો- હાઈરાઈઝ બિલ્ડીંગ, હોસ્પિટલના બાંધકામો આ વિસ્તારમાં ચાલી રહ્યા છે. ત્યારે બારડોલી શહેર વિસ્તારથી તાપીનું વાલોડ જેવા જે ગામો નજીક પડે છે તે ગામોમાંથી પુષ્કળ પ્રમાણમાં માટી ખનન થાય છે.




વાલોડ જેવા નજીકના વિસ્તારમાં માટીનો જથ્થો વિપુલ પ્રમાણમાં હોય ત્યાંથી પુષ્કળ પ્રમાણમાં માટીના ટ્રકો ભરાય છે.

કારણ કે બાંધકામો કરવા માટે જમીનોને સમથળ કરવી પડે જેના કારણે આ બાંધકામો અંતર્ગત માટી પુરાણ પણ કરવું પડતું હોય છે અને ચોમાસાને ધ્યાને રાખી જમીન કરતા બાંધકામ ઉંચા લેવલે કરવા પડતા હોય છે જેના માટે માટીની પુષ્કળ પ્રમાણમાં જરુર પડે છે અને જે ગામોમાં બાંધકામ થઈ રહ્યું ત્યાંથી ખાસ કરીને વાલોડ જેવા નજીકના વિસ્તારમાં માટીનો જથ્થો વિપુલ પ્રમાણમાં હોય ત્યાંથી પુષ્કળ પ્રમાણમાં માટીના ટ્રકો ભરાય છે.




રોયલ્ટી પાસ મંજુરીની આડમાં વાલોડના મોરદેવી અને દેલવાડા વિસ્તારમાંથી મોટાપાયે માટી ચોરી 

અને આ કામ દરેક ગામોમાં રાજકીય નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ, સરકારી બાબુઓ અને મિલીભગતથી ડમ્પર અને ટ્રેક્ટરના ચાર્જ નક્કી કરી માટી ખોદવા દેવામાં આવે છે અને આ ખનન ચોરીના કામો ખાસ કરીને તાપી જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા દેખાડવા પુરતી આપવામાં આવેલ રોયલ્ટી પાસ મંજુરીની આડમાં વાલોડના મોરદેવી અને દેલવાડા વિસ્તારમાંથી મોટાપાયે માટી ચોરી કૌભાંડ ચાલી રહ્યુ છે.




 માટી ખનનમાં અન્ય વિસ્તારમાંથી ચોરી કરાયેલી ટ્રકો માટી ચોરી જેવા કામોમાં ઉપયોગમાં લેવાતી હોવાની શંકા 

અહીના વિસ્તારમાંથી માટી ખનન કરી જિલ્લા બહાર મોટાપાયે માટી સપ્લાય કરાઈ રહી છે, અનેક ટ્રકોમાં રોયલ્ટી પાસ સુધ્ધા હોતા નથી. તો કેટલીક ટ્રકો રાજસ્થાન પાર્સીંગની છે. આવી ટ્રકો શંકાના દાયરામાં આવી છે, સ્થાનિકો અનુસાર માટી ખનનમાં અન્ય વિસ્તારમાંથી ચોરી કરાયેલી ટ્રકો માટી ચોરી જેવા કામોમાં ઉપયોગમાં લેવાતી હોવાની શંકા વ્યક્ત કરી છે. આ માર્ગ પર દોડતી ટ્રકોની પોલીસ તપાસ કરે તેવી માંગ ઉઠી છે.



પ્રમાણિક અધિકારી સહિતના જવાબદાર અધિકારીઓ સ્થળ તપાસ કરે તે જરૂરી 

ત્યારે વાલોડ મામલદાર, વાલોડ અને તાપી જિલ્લા આરટીઓ અને ખાસ કરીને કુદરતી સંપતી સાચવવાની જવાબદારી જેમના માથે સોપવામાં આવી છે તે ભૂસ્તર વિભાગના પ્રમાણિક અધિકારી સહિતના જવાબદાર અધિકારીઓ સ્થળ તપાસ કરે તે જરૂરી બન્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application