ડોલવણ માંથી પસાર થતી પૂર્ણા નદી અને અંબિકા નદી કિનારે રેતી ચોરટાઓ સક્રિય બન્યા છે, અહીના વિસ્તારમાં મંજુરી વિના રેતી ખનન કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. તેમછતાં અહીંના રેતી ચોરટાઓ વિરૂધ્ધ તાપી ખાણ ખનીજ વિભાગ દ્વારા સમ ખાવા પૂરતી પણ કાર્યવાહી કરવામાં આવી નથી. જોકે તે એક તપાસનો વિષય બનવા પામ્યો છે.
સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ડોલવણના આંબાપાણી નજીકથી પસાર થતી નદી માંથી મંજુરી વિના રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી અને પૂર્ણા નદીમાંથી ગેરકાયદેસર રેતી ઉલેચવાનું સુવ્યવસ્થિત ઢબે નેટવર્ક ચલાવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ સ્થાનિકોમાં ઉઠવા પામી છે.
કાર્યવાહી કરવા પહેલા રેતી ચોરટાઓ ભૂગર્ભમાં ઉતરી જતાં હોય છે. અથવા તેમને પહેલાથી જ જાણ કરી દેવામાં આવતી હોય છે.
રેતી ઉલેચવાનું છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી આ ગેરકાયદેસરની પ્રવૃત્તિને રોકવા તાપી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા સમખાવા પુરતી પણ કાર્યવાહી કરવામાં આવી નથી, જિલ્લા તંત્રને આ બાબતે ફરિયાદ કરવામાં આવે તો કાર્યવાહી કરવા પહેલા રેતી ચોરટાઓ ભૂગર્ભમાં ઉતરી જતાં હોય છે. અથવા તેમને પહેલાથી જ જાણ કરી દેવામાં આવતી હોય છે.
ડોલવણના ઉમરવાવદુર, ધામણદેવી, ગારવણ, અંતાપુર,ચાકધરા, આમણીયા ગામના વિસ્તારમા રેતી ખનન પુરજોશમાં
રેતીના વ્યવસાય સાથે જોડાયેલા એક ઇસમે નામ જાહેર ના કરવાની શરતે જણાવ્યું હતુકે,અહીંના રેતી ચોરટાઓનું તાપી ખાણ ખનીજ વિભાગ સુધી સેટિંગ ડોટકોમ હોવાથી તેમનું કોઈ વાળ પણ વાંકું કરી શકતું નથી. ડોલવણના ઉમરવાવદુર, ધામણદેવી, ગારવણ, અંતાપુર,ચાકધરા, આમણીયા ગામના વિસ્તારમાંથી પસાર થતી પૂર્ણા નદી અને અંબિકા નદી માંથી કોઇપણ વિભાગના સક્ષમ અધિકારીની મંજુરી વિના રેતી ખનન પુરજોશમાં કરવામાં આવતાં સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે.
નીતિનિયમો નેવે મૂકી સુવ્યવસ્થિત ઢબે રેતી ઉલેચવાનું એક આખું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે..
ઉમરવાવદુરની નદી માંથી રેતી લીઝની મંજુરી વિના કે રોયલ્ટી વગર રેતી ચોરી કરી દરરોજ ૩૦ થી ૪૦ ગાડીઓ ભરીને સરકારની સંપતીને નુકશાન કરી રહ્યા છે,જ્યારે આંબાપાણી અને ચકધરા ગામની સિમ માથી પસાર થતી નદીમાં તમામ નીતિનિયમો નેવે મૂકી સુવ્યવસ્થિત ઢબે રેતી ઉલેચવાનું એક આખું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે, સ્થાનિક તંત્રના જવાબદાર અધિકારીઓને જરા પણ નૈતિક જ્વાબદારીનું ભાન હોય તો અહીંના વિસ્તારમાં સક્રિય રેતી ચોરટાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરી બતાવે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500