કેન્દ્રિય તપાસ એજન્સી IRCTC વેબસાઈટ પરથી ગેરકાયદેસર રીતે રિઝર્વેશન કરેલી ઈ ટિકિટના વેચાણના મામલે તપાસ કરી રહી છે. આ માટે એજન્સી ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને દિલ્હી સહિત 12 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.કેન્દ્રિય તપાસ એજન્સીની તપાસ દરમિયાન ડિજિટલ ડિવાઈઝ, ગેરકાયદેસર સોફ્ટવેરવાળા મોબાઈલ તેમજ કેટલાક કેટલાક દસ્તાવેજોને કબ્જે કર્યા હતા. એંજન્ટ ટિકિટ ખરીદવા માટે મેન્યુઅલ એન્ટ્રીની પ્રક્રિયાથી બચવા માટે ગેરકાયદેસર સોફ્ટવેરનો ઉપયોગ કરતા હતા. CBIએ આ મામલમાં સામેલ લોકોની તપાસ કરીને દરોડા પાડવામાં આવ્યા હતા.
સુત્રોમાંથી માહિતી મુજબ આ મામલે એક માર્ચ 2021ના રોજ દિલ્હીમાં એક ફરિયાદ કરવામાં નોંધાવી હતી. આ ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો હતો કે આરોપીઓમાંથી કોઈ એક વ્યક્તિએ IRCTC તેમજ રેલ્વેની મંજૂરી વગરની એપ અને વેબસાઈટ દ્વારા ઈ-ટિકિટ બુક કરાવી હતી.આ ટિકિટ બુક કરવાની અને તેને વેચવાની ગેરકાયદેસર પ્રક્રિયામાં એજન્ટ, સોફ્ટવેર ડેવલપર, વેબસાઈટ મેનેજર અને માલિક સહિત ઘણા લોકો સામેલ છે.આ અગાઉ પણ ગેરકાયદેસર રીતે ઈ ટિકિટ બુક કરવાનો કિસ્સો રાજકોટમાં બન્યો હતો અને આ મામલે ગેરકાયદેસર સોફ્ટવેરના ઉપયોગથી ટિકિટ બુક કરીને કૌભાંડનો પર્દાફાસ થયો હતો. આ મામલે ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500