Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદમાં હવે શ્વાન પાળવું હોય તો 500થી 1000 ભરીને લેવું પડશે લાઈસન્સ

  • March 29, 2024 

અમદાવાદમાં હવે કૂતરું પાળવું હોય તો લાઈસન્સ લેવું પડશે. અમદાવાદમાં પાળતૂ શ્વાન માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જે મુજબ, 500થી હજાર રૂપિયા ભરીને પાળતુ શ્વાન માટે લાઈસન્સ લેવું પડશે. આ સાથે જ કૂતરાંને પણ RFID ચીપ લગાવવાની રહેશે. તેમજ રખડતાં કૂતરાને હડકવા વિરોધી રસી મુકાવાનો એએમસી દ્વારા નિર્ણય લેવાયો છે. કૂતરાના માલિકે રસીકરણનું સર્ટી, કૂતરાં રાખવાની જગ્યાનો ફોટો પાડી અપલોડ કરવાનો રહેશે. મેગા સિટી અમદાવાદમાં એક તરફ રખડતા કૂતરાઓનો ત્રાસ યથાવત છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે રખડતા કૂતરા અને પાળતુ શ્વાન માટે પોલિસી બનાવી છે.


જે મુજબ, હવે અમદાવાદમાં ઘરમાં શ્વાન પાળવો હોય તો ફરજિયાતપણે લાયસન્સ લેવું પડશે. આ ઉપરાંત પાળતુ શ્વાન માટે કેટલાક અન્ય નિયમો પણ બનાવાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે રખડતા કુતરાઓને હડકવા વિરોધી રસી આપશે. નેશનલ એક્શન પ્લાન ફોર ડોગ અંતર્ગત આ કામગીરી કરવામાં આવશે. અમગાવાગ શહેરને વર્ષ 2030 સુધી રૅબીઝ ફ્રી બનાવવાનો amc નો લક્ષ્યાંક છે. જે માટે કુતરાઓને રસી આપવામાં માટે આગામી સમયમાં ખાસ પોલિસી નક્કી કરી અમલ કરવામાં આવશે. શહેરમાં રખડતા કુતરાના કરડવાના બનાવો, તેની પાછળના કારણો તેમજ શ્વાનની વર્તણુંક મામલે અભ્યાસ કરાશે.


એક અંદાજ મુજબ શહેરમાં 2 લાખથી પણ વધુ રખડતા શ્વાન છે. આ કામગીરી માટે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતાવાળી 14 સભ્યોની કમિટી બનાવાશે, જેઓ સમગ્ર પ્રોજેક્ટ મામલે કરવાની થતી કામગીરીનું મોનીટરીંગ કરશે. રખડતા કુતરાની સમસ્યાને કાબુમાં લેવા વિવિધ વિકલ્પો ઉપર હાલ વિચારણા ચાલી રહી છે. સ્ટ્રીટ ડોગ ઉપરાંત પાળતુ ડોગ મામલે પણ વિવિધ નિયમો બનાવવાની વિચારણા ચાલી રહી છે. જેમાં પાલતુ ડોગની નોંધણી, અન્ય કોઈને આપવાનું થાય તો તેની amc ને જાણકારી આપવી. પાલતુ ડોગ પર પણ rfid ચિપ લગાવવા સહિતના વિકલ્પો પર વિચારણા ચાલી રહી છે. વર્ષ 2023-24 દરમ્યાન 39882 રખડતા શ્વાનનું ખસીકરણ કરાયું. ટૂંક સમયમાં પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરી મંજૂરી અપાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application