લિંબાયત નીલગીરી પાસે રહેતા અને ફુટપાથ ઉપર ધંધો કરતા માછલીના વેપારીને સ્થાનિક ટપોરીઍ શાંતીથી ધંધો કરવો હોય તો આઠ- દસ દિવસમાં રૂપીયા ૫ હજારનો હપ્તો આપવો પડશે હોવાનું કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
લિંબાયત પોલીસના જણાવ્યા મુજબ નીલગીરી રંગીલાનગરમાં રહેતા રાજેશકુમાર શ્રીરામપ્રસાદ સરોજ (ઉ.વ.૩૮) ઘર પાસે ફુટપાથ ઉપર માછલીનો વેપાર કરે છે. રાજેશકુમારને પરિવારમાં પત્ની અને ત્રણ સંતાન છે. રાજેશકુમર પાસેથી સ્થાનિક માથાભારે સૌરભસિંગ ઉર્ફે સૌરભ કાલીયાઍ “ઈધર શાંતિ સે ધંધા કરના હે તો મેરેકો પૈસા દેના પડે” તેમ કહી દર આઠ દસ દિવસમાં રૂપિયા ૫ હજાર લઈ જતો હતો. દરમ્યાન ગત તા ૧૭મીના રોજ સાંજે ચાર વાગ્યે સૌરભસિંગ ધંધા ઉપર આવી ૫ હજાર રૂપિયા માંગણી કરી હતી. જોકે રાજેશકુમારે અબી મેરે પાસ ૫ હજાર નહી હોવાનુ કહેતા “મે રાત કો તેરે ઘર પે પૈસા લે ને કે લીઍ આઉગા પૈસા તૈયાર રખના પૈસા નહી દીયા તો રોડ પે આરામ સે ધંધા નહી કરપાયે ગા”તેમ કહી ચાલ્યો ગયો હતો.
રાજેશકુમાર રાત્રે નવ વાગ્યે ધંધો કરી ઘરે ગયો હતો અને જમીને ઘરની બહાર બાઈક પર બેસી તેના વેપારી મિત્ર સાથે મોબાઈલ ઉપર વાતો કરતો હતો ત્યારે સૌરભસિંગ તેના સાગરીત આકાશ નાગપુરી અને ઍક અજાણ્યાને લઈને આવ્યો હતો. અને “તેરે કો સુબહ બોલા થા ચલ પાંચ હજાર રૂપિયા દે” હોવાનુ કહેતા રાજેશકુમારે મેરા ધંધા બડા નહી હે મે ઈતને પૈસા તેરે કો દે નહી સકતા હોવાનુ કહેતા ઉશ્કેરાઈને “મે તેરે કો કલર (લોહી) બતાતા હું” તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને તેના સાગરીત આકાશે જોરજોરથી ગાળાગાળી કરતા રાજેશકુમાર ગભરાઈને ઘરેથી પૈસા લાવીને આપ્યા હતા. દરમ્યાન ગઈકાલે પરિવારે સમજાવતા રાજેશકુમારે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationતાપી જિલ્લાનાં શાળાઓમાં ધર્મ આધારીત પ્રવૃત્તિ પર રોક લગાવી
April 21, 2025