Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરમાં વિદેશીઓને મિલકત ભાડે આપો તો ૨૪ કલાકમાં પોલીસ સ્ટેશનમાં જાણ કરવી

  • January 25, 2023 

સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામા દ્વારા સુરત શહેર પોલિસ કમિશ્નરેટ વિસ્તારમાં હોટલ, લોજ, બોર્ડીગમાં વિદેશી નાગરિક આવે ત્યારે તેના  પાસપોર્ટ, વીઝા અને ભારતમાં આવ્યા અંગેની ડીટેઈલ કોપી સહીતની લેવી. વિદેશી નાગરિક તરીકે નોધણી કરાવેલ હોય તો રેસીડેન્સીયલ પરમીટની કોપી મેળવીને રેકર્ડમાં રાખવી. વિદેશી નાગરિકને લગતા સી-ફોર્મ નિયમ મુજબ સી-ફોર્મ ફોરેનર્સ રજિસ્ટ્રેશન રૂલ્સ સને-૧૯૩૯ મુજબના નમુના મુજબના ફોર્મમાં ફોરેનર્સ બ્રાંચમાં ૨૪-કલાકમાં રીપોર્ટ સહિત રજુ કરાવાના રહશે.




અજણ્યા વિદેશી નાગરિકોને હોટલ, લોજ બોડીંગમાં પ્રવેશ આપવો નહી. વિદેશી વિઝીટરનું બુકીગ કરાવનારના નામ, સરનામા, ટેલીફોન સહીતના નક્કર પુરાવા મેળવવા. જિલ્લામાં કઇ જગ્યાએ કયા કામ માટે કોને કોને મળવાના છે? કેટલો સમય રોકાવાના છે? તેની સંપૂર્ણ વિગત મેળવવી. કોઇ પણ મુસાફરની શંકાસ્પદ હિલચાલ જણાયેથી તાત્કાલિક પોલીસને જાણ કરવી.




માલિકોએ સી.સી. ટી.વી. કેમેરાની વ્યવસ્થા રાખવી અને તેનું રેકોર્ડીગના બેકઅપ ત્રણ માસ સુધી રાખવાના રહેશે. આવા ગેસ્ટ હાઉસમાં રોકાણ માટે આવતા મુસાફરો જે વાહનમાં આવે તે વાહનનો પ્રકાર, રજીસ્ટ્રેશન નંબર, રજીસ્ટરમાં નોધવાનો રહેશે. જે પબ્લીક ટ્રાન્સપોર્ટમાં આવેલ હોય તો તે મુજબ રજીસ્ટરમાં નોધ કરવાની રહેશે. આમ નિયત કરેલી સંપૂર્ણ વિગતો લેવાની રહેશે. આ જાહેરનામું તા.૨૪/૦૩/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લધન કરનાર શિક્ષાને પાત્ર થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application