બારડોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૨૭/૦૯/૨૦૨૧ ના રોજ રહે.ઘર નં.બી-૧૩૨, સન સીટી સોસાયટી, તેન ગામ, બારડોલીમાં રહેતા પ્રભુરામ સુથારના ૨૧ વર્ષીય પુત્ર મુકેશભાઈ કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે.
તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૫.૦ ફૂટ છે. તેમણે શરીરે વાદળી કલરનું ટી-શર્ટ તથા ભૂરા કલરનું જીન્સ પેન્ટ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા બારડોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500