Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમરોલીમાં રહેતા બિલખુશબેન ચુડાવતની ભાળ મળે તો જાણ કરશો

  • March 17, 2021 

અમરોલીમાં રહેતા બિલખુશબેન ચુડાવતની ભાળ મળે તો જાણ કરશો  

 

 

 

 

પોલીસ કમિશનર કચેરી ડી.સી.બી.પોલિસના જણાવ્યા અનુસાર તા.૧૭/૦૨/૨૦૨૧ના રોજ ખોડીયાર નગર સોસાયટી, જુનો કોસાડ રોડ, ભરથાણા, અમરોલી ખાતે રહેતા ૨૨ વર્ષીય બિલખુશ પુરણસિંગ ચુડાવત ગુમ થયા છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૪.૮ ફૂટ છે. તેમણે શરીરે ગુલાબી કલરનું ટી-શર્ટ તથા કાળા કલરનું જીન્સ પેન્ટ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલિસનો સંપર્ક કરવા વિનંતી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application